તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:કારોબારી સમિતિના ચેરમેન તરીકે ભાનુબેન તળપદા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પડધરી મૌવેયાની સીટ પરથી ચૂંટાયેલા ભાનુબેન તળપદાની વરણી કરવામાં આવી છે - Divya Bhaskar
પડધરી મૌવેયાની સીટ પરથી ચૂંટાયેલા ભાનુબેન તળપદાની વરણી કરવામાં આવી છે
 • 27 નવેમ્બરનો ભાસ્કરનો અહેવાલ સાચો

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં પાંચ વર્ષમાં ચોથા ચેરમેન તરીકે પડધરી મૌવેયાની સીટ પરથી ચૂંટાયેલા ભાનુબેન તળપદાની વરણી કરવામાં આવી છે. ખાસ કારોબારી સમિતિની બેઠક ડીડીઓ અનિલ રાણાવસીયાએ શરૂ કરી દીધી હતી. જેમાં ં નારણભાઈ સેલાણાએ નવા ચેરમેન માટે ભાનુબેન તળપદાનું નામ મૂક્યું હતું જેને પૂર્વ કારોબારી ચેરમેન કે. પી. પાદરિયાએ ટેકો આપ્યો હતો. કોઇ બીજુ નામ ન આવતા ડીડીઓએ ભાનુબેનને ચેરમેન જાહેર કર્યા છે. જો હવે જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદ્ત વધારવામાં નહિ આવે તો તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સૌથી ઓછા સમય એટલે કે 18 દિવસ માટે સત્તા પર રહેલા ચેરમેન તરીકે નોંધાશે.

સુધારા બજેટ માટે ટૂંકાગાળામાં નિમણૂક
કે. પી. પાદરિયાને વિકાસ કમિશનરે પદ પરથી હટાવ્યા હતા પણ ચાલુ વર્ષનું સુધારા બજેટ ડિસેમ્બર પહેલા રજૂ કરવાનું હોવાથી કારોબારીની બેઠક મળવી અગત્યની હોય તથા જિલ્લા પંચાયતની સિસ્ટમ ન ખોરવાય તે માટે તાત્કાલિક ચેરમેનની નિમણૂક કરાઈ છે. હવે 11મીએ ફરી બેઠક બોલાવી સુધારા બજેટ માટે ચર્ચા કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો