• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Bhadar Line Breaks, Enough Water Can Be Given To 50 Thousand People, Repairs Will Take 12 Hours, So Water Cut In 70 Societies Of 6 Wards.

હજારો રાજકોટિયન્સ તરસ્યાં રહેશે:ભાદરની લાઈન તૂટી, 50 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયું; રિપેર થતાં 12 કલાક થશે, 6 વોર્ડની 70 સોસાયટીમાં પાણીકાપ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • લીલાખા ગામ પાસે લિકેજ થતા રાજકોટમાં 8મીએ વોર્ડ નં. 13 જ્યારે 9મીએ વોર્ડ નં. 11, 12, 7, 14 અને 17ના વિસ્તારોમાં પાણી નહીં આવે
  • ભાદર ડેમમાંથી રોજનું 4 કરોડ લિટર પાણી આવે છે તેટલા વિશાળ જથ્થાની વૈકલ્પિક વ્યવસ્થા મનપાની ક્ષમતા જ નથી એટલે ઝીંકાય છે કાપ

રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે તેથી તેના રિપેરિંગ માટે તા. 8મીએ વોર્ડ નં. 13માં ગુરૂકુળથી ગોંડલ રોડ હેડવર્કસના તમામ વિસ્તારો તેમજ બીજા દિવસે ગુરૂકુળ ઢેબર રોડ હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 7, 14, 17 તેમજ વાવડી હેડવર્કસમાં આવતા વોર્ડ નં. 11 અને 12ના વિસ્તારોમાં પાણીકાપ રહેશે તેવું મનપાએ જાહેર કર્યું છે.

લાઈન લિકેજના કારણમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે લાઈન 30 વર્ષ જૂની છે અને તળિયાના ભાગે કટાઈ જવાથી લિક થઈ હશે. લિકેજ તો જૂનું હશે પણ પાણી સપાટી પર આવ્યું અને રોડની બાજુમાં જ વહેણ ચાલુ થયા તો મનપાને ખ્યાલ આવ્યો હતો. દરરોજ આશરે 7 લાખ લિટર પાણી વહી જવાથી કુલ 50 લાખ લિટરનો બગાડ થયાનો અંદાજ છે. આ લાઈન રિપેર કરવા સૌથી પહેલા મુખ્ય લાઈન બંધ કરી જ્યાંથી પાણી નીકળ્યું છે તે ખાડામાંથી પાણી બહાર કાઢવું પડશે.

લાઈન 1 મીટર ઊંડે છે તેથી 2.5 જેટલું ખોદીને લાઈનના તળિયામાં વેલ્ડિંગ કરાશે જે કામ 12 કલાક જેવું ચાલશે. પાણીકાપ સિવાય વિકલ્પ શા માટે નથી તે માટે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાદર ડેમમાંથી રોજ 4 કરોડ લિટર પાણી આવે છે અને તે પણ ઘટે છે અને તેટલો જથ્થો બીજે ક્યાંયથી મનપા ઉપાડીને પહોંચાડી શકે તેમ નથી આ કારણે પાણીકાપ લાદવો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...