તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:આવાસ યોજનાના લાભાર્થીઓને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ મળશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ આવાસ યોજનામાં અમલ

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મામૂલી રકમમાં લાભાર્થીઓને આવાસ આપે છે, પરંતુ આવાસ આપ્યા બાદ લાભાર્થીઓના નામે દસ્તાવેજ કરવા માટે સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરવી પડે છે જે મોટી રકમ હોય છે. જેના પગલે સરકારે આવાસ યોજનાના લાભાર્થીઓને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

સમાજના ગરીબ વર્ગના લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બજાર કિંમતથી મામૂલી ભાવે મકાન અથવા તો ફ્લેટ મેળે છે, પરંતુ આ ફ્લેટ પોતાના નામે ચઢાવવા માટે જ્યારે રજિસ્ટ્રાર કચેરીમાં જાય છે ત્યારે સ્ટેમ્પ ડ્યૂટીના નામે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવતી હોય છે. જે તે વિસ્તારના જંત્રી દર મુજબ ટકાવારી પ્રમાણે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવતી હોવાથી ગરીબ વર્ગના લોકો તે ભરવામાં ભારે મુશ્કેલી અનુભવતા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના પહેલા લાભાર્થીને કરી આપવાના થતા દસ્તાવેજો અને લાભાર્થીના નામમાં મહિલાનું નામ જોડવા માટે માત્ર રૂપિયા 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનમાં જે યુનિટની સાઈઝ 30 ચોરસ મીટર અને ઇડબ્લ્યુએસ સેકન્ડમાં કાર્પેટ એરિયા 40 મીટર હશે તેમને આ લાભ આપવામાં આવશે. મનપાના આવાસ વિભાગના આસિ. મેનેજર કૌશિક ઉનાવાએ જણાવ્યું હતું કે, પરિપત્ર આવ્યા બાદ તેનો અમલ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો