તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પશુ યોજનાનો લાભ લેનાર 2 વર્ષમાં બમણા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ પશુપાલનના વ્યવસાય તરફ લોકો વળ્યા
  • 2018-19માં 2624 સામે 2020-21માં 5263 અરજી થઇ

કોરોનાને કારણે અનેક લોકોની રોજગારી છીનવાઈ છે. જેથી લોકો નાના-મોટા ધંધા-વ્યવસાય તરફ વળી રહ્યાં છે. ત્યારે કોરોના બાદ પશુપાલનના વ્યવસાયમાં જોડાતા લોકોની સંખ્યા વધતા સહાય માટે અરજી કરનારાઓ પણ વધ્યા છે. રાજકોટ જિલ્લામાં પશુપાલનની વિવિધ યોજનાઓનો લાભ લેનારાઓની સંખ્યા છેલ્લા 2 વર્ષમાં બમણી થઈ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરની ધંધા-ઉદ્યોગ પર માઠી અસર વર્તાઈ છે. શહેરમાં રોજગારી માટે સ્થાયી થયેલા લોકોની નોકરી છીનવાતા અથવા પૂરો પગાર ન મળતા લોકો ગામડાંઓમાં પરત ફરી રહ્યાં છે, અહીં કેટલાક લોકો પરંપરાગત ખેતીના વ્યવસાયમાં જોડાયા છે.

તો કોઈએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે. જેના કારણે સરકાર દ્વારા ચાલતી પશુપાલકો માટેની વિવિધ યોજનાઓનો લાભ લેવા અરજી કરતા લોકોની સંખ્યા વધીને બમણી થઈ છે. વર્ષ 2018-19માં આ યોજનાઓનો લાભ લેવા અરજી કરતા લોકોની સંખ્યા 2020-21માં બમણી થઈ છે. આ ઉપરંાત હાલમાં પણ આ કામગીરી શરૂ હોવાથી પશુપાલકો અરજી કરી રહ્યાં છે.

કઈ યોજના માટે વધુ અરજી આવી?

  • વર્ષ 2018-19માં સૌથી વધુ પશુઓના રહેઠાણ, કેટલ શેડ,પાણીની ટાંકી, ગમાણ તેમજ સ્ટોરરૂમની સહાય માટે 1096 અરજી આવી.
  • વર્ષ 2019-20માં સૌથી વધુ ગાભણ પશુઓને ખાણદાણની સહાય માટેની 1331 અરજી આવી.
  • વર્ષ 2020-21માં પણ સૌથી વધુ ગાભણ પશુઓને ખાણદાણની સહાય માટે 3221 અરજી આવી.

કેટલી અરજી આવી?

  • વર્ષ 2018-19માં 2624 અરજી
  • વર્ષ 2019-20માં 4024 અરજી
  • વર્ષ 2020-21માં 5263 અરજી
અન્ય સમાચારો પણ છે...