બેદરકાર તંત્ર:મવડી LIG આવાસ ન સોંપતા લાભાર્થીઓએ મચાવ્યો હોબાળો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આવાસ યોજનાના લાભાર્થીઓએ મનપા કચેરીએ પહોંચી મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર બહાર બેસીને ધરણાં-સૂત્રોચ્ચાર કર્યા હતા. - Divya Bhaskar
આવાસ યોજનાના લાભાર્થીઓએ મનપા કચેરીએ પહોંચી મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર બહાર બેસીને ધરણાં-સૂત્રોચ્ચાર કર્યા હતા.
  • મનપાએ હપ્તા વસૂલી લીધા અને કામ પણ પૂરું થઈ ગયું છતાં કબજો ન આપ્યો, લોન અને હપ્તા બંનેનો માર સહન કરતા લોકોબેદરકાર તંત્ર

રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળોએ આવાસ યોજનાના કામ ચાલી રહ્યાં છે તે પૈકી મવડી વિસ્તારમાં 2 બીએચકેની એલઆઈજી આવાસ યોજનાને લઈને લાભાર્થીઓ કબજો ન સોંપાતા મનપાની કચેરીએ ધરણાં પર બેસી ગયા હતા. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, આવાસ યોજના માટે તમામ પ્રક્રિયા પૂરી કરી દેવાઈ છે અને હપ્તા પણ ભરી દેવાયા છે.

આવાસ યોજનાનું કામ પણ પૂરું થઈ ગયું છે અને સોંપી શકાય છે આમ છતાં લોકાર્પણ કરાતું નથી. પહેલાથી જ આ આવાસ યોજનાનું કામ એક વર્ષ મોડું થયું છે જેને કારણે લોકોને તકલીફ પડી રહી છે. જે લોકો પાસે ઘરનું ઘર નથી અને ભાડે રહે છે તેમની માથે આવાસ માટે લીધેલી લોનના હપ્તાઓ અને ઘરનું ભાડું એમ બે બોજ પડી રહ્યાં છે. આ ગંભીર સ્થિતિને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં ફ્લેટ ન સોંપવામાં આવતા આખરે આંદોલન કરવાનું નક્કી કર્યું હતું અને બધાએ ધરણાં કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...