તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારીના LIVE દ્રશ્યો:રાજકોટમાં ફ્રૂટ વેચતા ફેરિયાઓ વચ્ચે પાઇપ, છરી, બેલા અને વજનીયાના છૂટા ઘા થયા, એક વ્યક્તિ લોહીલૂહાણ

રાજકોટ11 દિવસ પહેલા
રાજકોટમાં જાહેરમાં મારામારી થઈ.
  • શહેરના એસ્ટ્રોન ચોક નજીક નાળા પાસે લારી રાખવા બાબતે માથાકૂટ થઇ હતી

રાજકોટમાં લારી ચલાવી ફ્રૂટ વહેંચી ધંધો કરતા વેપારીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શહેરના એસ્ટ્રોન ચોક નાળા પાસે અમીન માર્ગના ખૂણા પાસે બપોરના 2.30 વાગ્યા આસપાસ લારી રાખવા બાબતે બોલાચાલી થતા પથ્થર અને પાઇપ વડે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડી અને માર મારનારની માલવીયાનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે.

બે લારીવાળા વચ્ચે લારી રાખવા બાબતે બોલાચાલી થઇ હતી
શહેરના એસ્ટ્રોન ચોક નજીક આવેલા નાળા પાસે અમીનમાર્ગના ખૂણા પર લારી રાખી ફ્રૂટ વેચતા બે લારીવાળા વચ્ચે લારી રાખવા બાબતે બોલાચાલી થઇ હતી. અંદાજે 2.30 વાગ્યા આસપાસ લારી રાખવા બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને એકબીજા મારામારી કરવા લાગ્યા હતા. આ સમયે પથ્થર અને પાઇપ વડે હુમલો કરી હુમલાખોર નાસી છૂટ્યો હતો અને ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. જેને લઇ પોલીસને જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ટ્રાફિક સમસ્યા હલ કરી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

ધોળા દિવસે ધોકા-પાઇપ ઉડ્યા.
ધોળા દિવસે ધોકા-પાઇપ ઉડ્યા.

હુમલામાં એક વ્યક્તિ લોહીલૂહાણ
હમલામાં ઘવાયેલા ફેરિયાના પુત્રના જણાવ્યા મુજબ બાજુમાં જ લારી રાખતા લોહાનગર વિસ્તારમાં રહેતા ઇમરાન અને અક્ષય નામના શખ્સો દ્વારા લારી પાછળ રાખવા કહી બોલાચાલી કરી બાદમાં હુમલો કર્યો હતો. પાઇપ, છરી, બેલા અને વજનીયા વડે હુમલો કરી તેઓ નાસી છૂટ્યા છે. આ હુમલામાં એક વ્યક્તિ લોહીલૂહાણ બનતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે આ બનાવમાં લોકોના ટોળા એકત્ર થયા હતા. બાદમાં પોલીસને જાણ થતા દોડી આવી હતી અને ટોળાને વિખેર્યુ હતું.

એક વ્યક્તિ લોહીલૂહાણ બનતા હોસ્પિટલ ખસેડાઇ.
એક વ્યક્તિ લોહીલૂહાણ બનતા હોસ્પિટલ ખસેડાઇ.

પોલીસે પ્લાસ્ટિક બેગ કબ્જે કરી
માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લારીમાં તપાસ હાથ ધરતા પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ પણ મળી આવી હતી. જે પોલીસે કબ્જે કરી હતી. બેલાના છૂટા ઘા થતા હોવાથી વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.