તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:1 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરનાર બેલડી ઝબ્બે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘંટેશ્વરના 25 વારિયા મકાનમાં બનાવ બન્યો
  • મદદ કરનાર સગીર વયનો આરોપી પકડાયો

ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા પરિવારના બંધ મકાનમાં ખાબકી ચાંદીના દાગીનાની ચોરી કરનાર બેલડીને પોલીસે ઝડપી લઇ દાગીના કબજે કર્યા હતા. ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર્સમાં રહેતા જેઠાભાઇ કાળાભાઇ ટોયટા અને તેના પરિવારજનો ગત તા.6 થી તા.9 સુધી તેના વતન ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો કબાટમાંથી રૂ.45 હજારની કિંમતના 1 કિલો ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા.

ચોરીના બનાવ અંગે જેઠાભાઇએ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ વાળા અને પીએસઆઇ જનકસિંહ ઝાલા સહિતની ટીમને માહિતી મળી હતી કે ચોરીમાં 25 વારિયામાં જ રહેતા રવિ અરવિંદ મકવાણા અને તેની સાથે એક સગીરવયના શખ્સની સંડોવણી છે પોલીસે બંનેને ઝડપી લઇ પૂછપરછ કરતાં ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે ચોરાઉ તમામ દાગીના કબજે કર્યા હતા. આ બંને અગાઉ કોઇ સ્થળે ચોરી કરી છે કે નહીં તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...