તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર ડે:મહિલા છું માટે બીજાના દર્દને સમજું છું, દુ:ખ દર્દ ત્યજી રોજ સેવા કરું છું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદદ: કોરોનાથી પતિનું મૃત્યુ થયું, દર્દીના પરિવારને મદદરૂપ બનવા સેવામાં જોડાયા
  • સહાય: ચાર મહિલા 300 દર્દી-સ્વજનો માટે રોજ ઈડલી અને સાંભાર બનાવે છે

કોરોનાની મહામારીમાં અત્યારે સિનિયર સિટિઝન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે રાજકોટના 70 વર્ષના વૃદ્ધા સમાજસેવા માટે આગળ આવ્યા છે. મુકતાબેન પરમારના પતિનું કોરોનાની મહામારીમાં જ મૃત્યુ થયું છે. હવે તે દર્દીના પરિવારજનો માટે રાશનકિટ બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે. અન્ય એક કિસ્સામાં મૂળ સાઉથ ઈન્ડિયનના વતની અને હાલમાં રાજકોટમાં રહેતી 28 વર્ષની મહિલા ઉદ્યોગપતિ ફોનિલ શરદ પાબારી અને તેની ટીમના 3 મહિલા સંકટ સમયે કોરોના દર્દી-સ્વજનો માટે અન્નપૂર્ણા બની છે.

મુકતાબેન પરમારના પતિનું કોરોનાની મહામારીમાં જ મૃત્યુ થયું છે. હવે તે દર્દીના પરિવારજનો માટે રાશનકિટ બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે. મુકતાબેન કાનાબારને જ્યારે ખબર પડી કે તેના નજીકના વિસ્તારમાં 25 બહેનોનું એક ગ્રૂપ આ પ્રકારની સેવાકીય કામગીરી કરે છે તો તેમણે સામેથી બહેનોનો સંપર્ક કર્યો અને મદદ કરવા માટેની તૈયારી બતાવી. ત્યારે પ્રીતિબેન ભટ્ટ અને તેની ટીમે બાને તેની ઉંમર વધારે છે અને બહાર નીકળવાનું જોખમ હોવાનું જણાવ્યું.

જેના જવાબમાં મુકતાબહેને કહ્યું કે, મારા પતિનું પણ કોરોનામાં મૃત્યુ થયું છે. એટલે પોઝિટિવ દર્દીઓ અને તેના પરિવારની મુશ્કેલી હું જાણું છું. તમારી જેમ ઘરે ઘરે જઈને કે આર્થિક સહાય તો નથી કરી શકતી પરંતુ નાનું મોટું કામ તો હું કરી જ શકું. મુકતાબેનનો જવાબ સાંભળીને પ્રીતિબેન અને તેની ટીમનો જુસ્સો વધ્યો અને તેને બેઠા બેઠાનું જ કામ સોંપ્યું.

હાલ મુકતાબેન રોજની 50 થી વધુ રાશનકિટ બનાવે છે. જે માટે રોજના 5 કલાક ફાળવે છે. જ્યારે પ્રીતિબેન અને તેની ટીમે જરૂરિયાતમંદ દર્દીને શોધવા, તેના પરિવારની ખરાઈ કરવાથી લઇને તેને તમામ પ્રકારની મદદ કરવાની કામગીરી કરે છે. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ દર્દીઓને મેડિકલ સહાય અને રાશનકિટ પહોંચાડી ચૂક્યા છે.

દર્દી- પરિવારજનોને ભોજન માટે હેરાન ન થવું પડે તે માટે મહિલા ઉદ્યોગપતિ ફોનિલ પાબારી અને તેની ટીમની 3 મહિલા રોજ 300 થી વધુ ઈડલી-સાંભાર અને ચટણીના ફૂડ પેકેટ જાતે બનાવીને સેવાકીય સંસ્થા અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે. કોરોનાની મહામારી આવી તો ફોનિલે પોતાની જ ઓફિસમાં કૂકિંગથી લઇને પેકિંગની કામગીરી કરવા માટે એક ખાસ ટીમ બનાવી લીધી.

ફોનિલ પાબારી જણાવે છે કે, હાલ અત્યારે દર્દી અને તેના પરિવારજનો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવે છે અને હવે કોરોના વોરિયર્સ ડોક્ટર, પોલીસ, મેડિકલ અને પેરામેડિકલના સ્ટાફને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે. હાલ તેની ટીમ સવારના 8.00 થી લઇને સાંજના 8.00 સુધી આ કામગીરી કરે છે. આ સેવાકીય યજ્ઞ 25 દિવસથી શરૂ કર્યો છે અને હવે ફૂડ પેેકેટની સંખ્યા 500 બનાવાશે.

હેલ્ધ અને હાઈજિન બન્નેની જાળવણી થાય તે માટે ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટમાં જ ઇડલી- સાંભાર તૈયાર થાય છે. તે જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને જ્યારે પરિવારમાં તેને વાત કરી તો બધાએ તેને સહકાર આપ્યો. જેને કારણે જ તે આ કામગીરી કરી શકે છે. અત્યાર સુધીમાં 2500 થી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડ્યા છે. હવે આગામી દિવસોમાં રાજકોટ ઉપરાંત આજુબાજુના 100 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તારને પણ આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...