151 છોડની રોપણી:એઈમ્સમાં ગ્રીન કેમ્પસ કરવા શરૂઆત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 એકરમાં વધુમાં વધુ જગ્યાએ ગ્રીન કવર કરાશે : ડિરેક્ટર ડો. કટોચ

રાજકોટ શહેરની ભાગોળે આકાર લઈ રહેલા એઈમ્સમાં ઓપીડી શરૂ થઈ ગઈ છે અને એક વર્ષમાં દર્દીઓને દાખલ થવાની પણ સુવિધા પ્રાપ્ત કરાશે. જે રીતે અન્ય બાંધકામ થઇ રહ્યા છે તેવી જ રીતે ગ્રીન કવર પણ વધે તે માટે એઈમ્સમાં વૃક્ષારોપણની શરૂઆત કરાઈ છે અને પ્રથમ તબક્કે 151 છોડ રોપવામાં આવ્યા છે.

એઈમ્સના ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે જણાવ્યું હતું કે, એઈમ્સ 200 એકર જગ્યાનું વિશાળ કેમ્પસ ધરાવે છે. કેમ્પસમાં વધુને વધુ વૃક્ષો વાવીને કેમ્પસને ગ્રીન બનાવવા પ્રયાસ છે અને એવા વૃક્ષો કે જે ભવિષ્યમાં ઉપયોગી બની શકે તે રોપાશે. પ્રથમ તબક્કે જે 151 વૃક્ષ રોપાયા છે તેમાં લીમડો, પીપળો અને આસોપાલવ સહિતના છે.

એક વૃક્ષ એક જિંદગી આ વાતને સાર્થકના હેતુથી ઝુંબેશ શરૂ કરાઈ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને છે તેની સાથે સાથે જ ગ્રીન કવર પણ થઈ જાય ત્યાં સુધી વૃક્ષારોપણ ચાલશે અને તે માટે જિલ્લા વનવિભાગ પણ કાર્ય કરી રહ્યું છે.

રાજકોટ એઈમ્સને પરાપીપળિયા અને ખંઢેરીની જમીન આપવામાં આવી છે જે ઘણી અસમથળ છે પણ નદીકાંઠો અને ડેમ કાંઠો હોવાથી ભૂગર્ભ જળ પર્યાપ્ત છે આ કારણે ત્યાં વૃક્ષારોપણ કરાતા ઉનાળામાં પણ વૃક્ષોને જમીનમાં ભેજના રૂપે પાણી મળતા સારો ઉછેર થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...