નવતર પ્રયોગ:‘ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ’ અભિયાન, શહેરના 4 ઝોનમાં મહિલા, પુરૂષો અને બાળકોને રૂબરૂ મળી ભિક્ષા માગવાનું બંધ કરવા કાઉન્સેલિંગ શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના અધિકારી વૃદ્ધાને સમજાવ્યા - Divya Bhaskar
રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના અધિકારી વૃદ્ધાને સમજાવ્યા
  • સમાજ સુરક્ષા, જિલ્લા બાળ વિકાસ એકમ, પોલીસ અને મનપાનો સ્ટાફ કાઉન્સેલિંગમાં જોડાયો

રાજકોટમાં ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને દૂર કરવા ‘ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ’ અભિયાન સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સાથે રાજકોટ પોલીસ અને મનપાનો સ્ટાફ પણ પુરૂષો, મહિલાઓ અને બાળકોને ભિક્ષાવૃત્તિ બંધ કરવાની કામગીરીના કાઉન્સેલિંગમાં જોડાયો છે. આ અભિયાનમાં રાજકોટ શહેરમા કુલ 4 ઝોન બનાવી ભિક્ષુકો જે જગ્યા પર ભિક્ષાવૃતિ કરે છે તે તથા તેઓનાં રહેણાંકનાં વિસ્તાર ખાતે 4 ટીમ દ્વારા રૂબરૂ મળી કાઉન્સેલિંગ કરી ભિક્ષાવૃતિ બંધ કરવા સમજાવવાની કામગીરી ચાલુ છે.

પોલીસ દ્વારા ભિક્ષુકોના કાઉન્સેલિંગની કામગીરી હાથ ધરાઈ
પોલીસ દ્વારા ભિક્ષુકોના કાઉન્સેલિંગની કામગીરી હાથ ધરાઈ

ભિક્ષુકોની આઈડેન્ટીફાય જગ્યા પર જઈ ભિક્ષા માગવાનું બંધ કરવા અપીલ
આ કામગીરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મનપા કમિશનર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસ કમિશનર, અધિકારી, કર્મચારી દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કુલ 4 ઝોન બનાવી 4 નવેમ્બરથી ભિક્ષુકોની આઈડેન્ટીફાય જગ્યા પર જઈ તમામ ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને આ કામગીરી બંધ કરી પોતાના રહેણાંક ખાતે જતા રહે અને અન્ય ધંધો-રોજગાર કરી સ્વનિર્ભર જીવન જીવે તે માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ આ કામગીરીમાં જોડાયેલા તમામ વિભાગો દ્વારા ભિક્ષુકો સામે રાઉન્ડઅપની કાર્યવાહી કરવામાં આવશે.

રહેણાંક વિસ્તારમાં જઈ ભિક્ષુકોને સમજાવવામાં આવી રહ્યાં છે
રહેણાંક વિસ્તારમાં જઈ ભિક્ષુકોને સમજાવવામાં આવી રહ્યાં છે

પોલીસ, સમાજ સુરક્ષા, જિલ્લા બાળ વિકાસ એકમ અને મનપાની સંયુક્ત કામગીરી
આ કામગીરીમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન જે.વ્યાસ તથા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...