તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Before Voting, The Temperature Will Be Measured With A Thermal Gun, Hand Sanitizer Will Be Given, Gloves Will Be Worn And Voting Will Be Done.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન પ્રક્રિયામાં પણ થોડું પરિવર્તન:મતદાન પૂર્વે થર્મલ ગનથી તાપમાન મપાશે, હાથમાં સેનેટાઈઝર અપાશે, ગ્લોવ્ઝ પહેરી મતદાન કરવાનું રહેશે

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મતકુટિર પાસે પહોંચતા જ તેને એક હાથ કે જેના વડે તે મત આપશે તેમાં ગ્લોવ્ઝ પહેરાવાશે. હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને જ મતદાન કરી શકાશે. - Divya Bhaskar
મતકુટિર પાસે પહોંચતા જ તેને એક હાથ કે જેના વડે તે મત આપશે તેમાં ગ્લોવ્ઝ પહેરાવાશે. હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને જ મતદાન કરી શકાશે.
 • દિવ્ય ભાસ્કરના વાચકો માટે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર પૂજા જોટાણિયાએ લખ્યું

કોરોના કાળમાં અનેક પરિવર્તન આવ્યા છે અને તેથી મતદાન પ્રક્રિયામાં પણ થોડું પરિવર્તન આવ્યું છે. મતદાર બૂથ પર આવે ત્યારે ગેટ પર થર્મલ ગનથી તાપમાન ચેક કરાશે, હાથમાં સેનેટાઇઝર અપાશે. બાદમાં તમામ પ્રક્રિયા કરી મતદાન કરતા પૂર્વે હેન્ડ ગ્લોવ્ઝ અપાશે તે પહેરી મતદાન કરવાનું રહેશે.

મતદાર બૂથ પાસે આવે તે પહેલા મેઈન ગેટ પર થર્મલ ગન અને સેનેટાઈઝર હશે. થર્મલ ગનથી બધાનુ તાપમાન મપાશે
મતદાર બૂથ પાસે આવે તે પહેલા મેઈન ગેટ પર થર્મલ ગન અને સેનેટાઈઝર હશે. થર્મલ ગનથી બધાનુ તાપમાન મપાશે
 • મનપાની ચૂંટણીમાં ચાર ઉમેદવારોને મત આપી શકાય છે.
 • મત દાતાએ મત આપ્યા બાદ છેલ્લે રજીસ્ટર બટન દબાવવુ ફરજિયાત
બૂથ નજીક વર્તુળ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાશે
બૂથ નજીક વર્તુળ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાશે
 • જો રજીસ્ટર નહિ થાય તો મત ન ગણાય તેથી પી.ઓ. આ મુદ્દે મતદાતાને સમજાવશે
 • ચાર અથવા તો ચાર કરતા ઓછા મત આપી મત રજીસ્ટર કરી શકાશે
બૂથની અંદર તમામ સ્ટાફે હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડ પહેર્યા હશે
બૂથની અંદર તમામ સ્ટાફે હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડ પહેર્યા હશે
 • જો નોટા આપે તો બીજા કોઇને મત નહિ આપી શકાય
 • એક વખત કોઇ ઉમેદવાર પસંદ થાય ત્યારબાદ પણ નોટા નહિ દબાવી શકાય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો