CPનું જાહેરનામું:રાજકોટમાં ડ્રોન કેમેરા કે માઇક્રોલાઇટ એરક્રાફટ હેલીકોપ્ટર નો ઉપયોગ કરતા પહેલા પોલીસ પાસેથી મંજૂરી મેળવવી પડશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતીની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે

રાજકોટ શહેરની સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વના વિસ્તારોમાં ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારોમાં ડ્રોન કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરતું રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ડ્રોન કેમેરા કે માઇક્રોલાઇટ એરક્રાફટ હેલીકોપ્ટરનો ઉપયોગ કરતા પહેલા પોલીસ પાસેથી મંજૂરી મેળવવી પડશે.

એરક્રાફટ ચલાવનાર સંચાલક માટે નિયંત્રણ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે, શહેરના કમિશ્નરેટ વિસ્તારમાં જાનમાલની સુરક્ષા અને સુલેહ-શાંતીનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુ સર રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક વ્યાવસાયિકો માટે નિયંત્રણ મુકવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર

જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જાહેરનામા અનુસાર સંચાલકો કે માલીકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવીકે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તાર સંબંધીત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની પૂર્વમંજુરી લેવાની રહેશે. અને આ જાહેરનામાનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં તા.31/12/2021 સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...