તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 10 Days Before The Wedding In Rajkot, The Factory Owner Fell From The 11th Floor And Attempted Suicide, 108 Were Shifted To The Hospital In A Rickshaw.

શોકિંગ CCTV:રાજકોટમાં લગ્નના 10 દિવસ પહેલા કારખાનેદારનો 11માં માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ, 108 ન આવતા રિક્ષામાં હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ2 મહિનો પહેલા
સમગ્ર ઘટના CCTVમાં કેદ.
  • આપઘાતના પ્રયાસની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આવેલા આલ્ફા પ્લસ બિલ્ડીંગના અગિયારમા માળેથી કારખાનેદાર યુવાને ગઇકાલે સાંજના સમયે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે નીચે પૂઠાનો ઢગલો પડ્યો હોવાથી યુવાનનો જીવ બચી ગયો હતો અને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા સમય લાગશે તેવું કહેતા સ્થાનિક લોકોએ એકઠા થઇ પાસે પડેલી રિક્ષામાં યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

આલ્ફા પ્લસ બિલ્ડીંગના અગિયારમા માળેથી પટકાયો હતો
પોલીસની તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક નંદ વિલેજ એપાર્ટમેન્ટમાં રહેતો અને ધ્રોલ પાસે કારખાનું ધરાવતો હાર્દિક મનસુખભાઇ કાસુન્દ્રા હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકના માતા-પિતા પડધરીના મોટા રામપરા ગામે ગયા હતાં. જેથી ઘરે હાર્દિક અને તેનો નાનો ભાઇ એકલા હતા. 10 દિવસ પછી હાર્દિકના લગ્ન છે માટે પોતે ફીટીંગ માટે આપેલા કપડા લેવા જાય છે તેમ કહી કાર લઇને નીકળ્યો હતો અને બાદમાં આલ્ફા પ્લસ બિલ્ડીંગના અગિયારમા માળેથી પટકાયો હતો.

. સદનસીબે નીચે પૂઠાનો ઢગલો પડ્યો હોવાથી યુવાનનો જીવ બચી ગયો હતો
. સદનસીબે નીચે પૂઠાનો ઢગલો પડ્યો હોવાથી યુવાનનો જીવ બચી ગયો હતો

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
CCTVમાં જોવા મળતી વિગત મુજબ ગઇકાલે સાંજના 5 વાગ્યા આસપાસ હાર્દિક કાર લઇને આવે છે. બાદમાં કાર પાર્ક કરે છે. પછી આલ્ફા પલ્સ કોમ્પલેક્ષમાં ત્રણ માળ દાદરા ચડે છે અને બાદમાં લિફ્ટમાં બેસીને અગાસી સુધી જાય છે. જોકે અગાસી દરવાજો બંધ હોવાથી ફરી નીચે અગિયારમાં માળ પહોંચી બારીમાંથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરે છે જે સમગ્ર ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

શિવનગરમાં ત્રાસથી કંટાળી નવોઢાએ આપઘાત કર્યો
શહેરમાં આ પહેલા પણ ગ્રીનલેન્ડ ચોકડી નજીક નવોઢાએ જિંદગી ટૂંકાવી લીધી છે. શિવનગર-4માં રહેતી વર્ષા સંજયભાઇ શિયાળ નામની પરિણીતાએ પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યાનું જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા કુચિયાદળ ગામે રહેતા મૃતકના પિતા લાખાભાઇ ભીમાભાઇ માટિયા દોડી આવ્યા હતા અને પુત્રીએ સાસુ, સસરા, પતિ તેમજ બે નણંદના ત્રાસથી જિંદગી ટૂંકાવ્યાનો આક્ષેપ કર્યો હતો.

રિક્ષામાં યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો
રિક્ષામાં યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો

થોડા દિવસ પહેલા ભાજપ કોર્પોરેટરના પુત્રએ આપઘાત કર્યો હતો
થોડા દિવસ પહેલા ભાજપ કોર્પોરેટરના કારખાનેદાર પુત્રએ ઘરે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. મવડી વિસ્તારમાં આવેલા શ્રીપાર્ક સોસાયટીમાં રહેતા અને તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11માં ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા વિનુભાઇ સોરઠિયાના 20 વર્ષીય પુત્ર વિશાલે ગુરુવારે સવારે ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસ તપાસમાં વિશાલ સોરઠિયાએ બાથરૂમમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોની પૂછપરછમાં બે ભાઇ, એક બહેનમાં નાનો વિશાલ મવડી વિસ્તારમાં કારખાનું ધરાવતો હતો. તે પરિણીત હતો અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પુત્રીને લઇ પિયર ગયા હોવાથી વિશાલ રૂમમાં એકલો હતો.