તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ત્રીજી લહેર પહેલા જિલ્લા પંચાયતના સદસ્ય ગ્રાન્ટમાંથી મેડિકલના સાધનો ખરીદશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક પીએચસી અને સીએચસીને જરૂરિયાત મુજબ મેડિકલના સાધનો ફાળવવામાં આવશે, કોલીથડમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

કોરોનાની ત્રીજી લહેર પૂર્વે જ જિલ્લા પંચાયત સજ્જ થઇ ગયું છે, જેમાં પંચાયતના તમામ સદસ્યો તેમની ગ્રાન્ટ મેડિકલના સાધનોની ખરીદી માટે વાપરશે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામડે ગામડે 5-5 ઓક્સિજનના સિલિન્ડર આપવામાં આવશે. સાથો-સાથ ઓક્સિમીટર અને થર્મલ ગન પણ રાખવામાં આવશે, જેથી લોકોને હેરાન ન થવું પડે અને એકજ સ્થળે લોકોની સંપૂર્ણ આરોગ્ય તપાસ થઇ શકે. સામે જિલ્લાના 54 પીએચસી અને 12 સીએચસી ખાતે 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પણ ખરીદી કરવામાં આવશે.

જિલ્લામાં જેટલા સબસેન્ટર છે તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવા પણ તાકીદ કરાઇ છે. કોલીથડમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવે તેવી પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે, અને પરવાનગી માટેના તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે.

પ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવતા કહ્યું હતું કે, જે સમયે સદસ્યને ગ્રાન્ટ ફાળવવા કહ્યું હતું તે સમયે કોરોનાની અસર ઓછી થઇ હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, 16મી એપ્રિલે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે, જિલ્લા પંચાયતના તમામ સભ્યો 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોરોના વેલ્ફેરમાં ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...