• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Before The Suicide Of Rajkot Manpa Engineer Paresh Joshi, He Told His Wife, "I Am Pissed In The Dispute Between The Officials And Madhuram Construction."

એન્જિનિયર આપઘાત કેસ:રાજકોટ મનપાના ઈજનેરે આપઘાત પહેલા પત્નીને કહ્યું હતું કે, અધિકારીઓ અને મધુરમ કન્સ્ટ્રક્શન વચ્ચેની તકરારમાં હું પિસાવ છું

રાજકોટ15 દિવસ પહેલા
મૃતકની ફાઈલ તસવીર
  • મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીના એન્જિનિયર અને સુપરવાઈઝરનો ત્રાસ આપઘાતમાં કારણભૂત, બન્ને વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી પાર્કમાં આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 1404 માં રહેતાં અને મહાનગર પાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનીયર પરેશ ચંદ્રકાંતભાઇ જોષી (ઉ.વ.50)એ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યા બાદ તાલુકા પોલીસે તેમના ધર્મપત્નિ મિલીબેન પરેશ જોષીની ફરિયાદ પરથી મધુરમ કન્સ્ટ્રક્શનવાળા હાર્દિક કાંતિભાઇ ચંદારાણા અને સુપરવાઇઝર મયુર જગદીશભાઇ ઘોડાસરા સામે ઇજનેર પી. સી. જોષીને મરી જવું પડે તે હદ સુધી ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.

ત્રાસથી કંટાળી જતાં મરી જવા મજબૂર
આ બંને શખ્સો નવાગામમાં આર.સી.સી. રોડના કામની સાઇટ પર ઇજનેર પી. સી. જોષીને ફરકવા દેતાં નહોતાં અને ગામલોકોને તેમના વિરૂધ્ધ ઉશ્કેરશે તેવી ધમકી આપતાં હતાં. ઉપરાંત બીલીંગ પ્રોસેસ તત્કાલ કરી દેવા કહી બંને ઇજનેર સામે ઓફિસમાં જ બેસી રહ્યા હોઇ સતત ત્રાસથી ઇજનેર જોષી કંટાળી જતાં મરી જવા મજબૂર થયાની વિગતો સામે આવી છે.

ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી
ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી

સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે
મિલીબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા પતિ પરેશભાઇ જોષી આર.એમ.સી.ના ઇસ્ટ ઝોન ભાવનગર રોડ ખાતે વોર્ડ નં. 5 માં એડીશનલ આસી. એન્જિનીયર તરીકે નોકરી કરતાં હતાં. ગત તા.27.12.2021 ના રોજ હું તથા મારા પતિ અને બાળકો ઘરે હાજર હતા ત્યારે મારા પતિ બેચેનીમાં ટેન્શનમાં હોય તેમ લાગતું હતું.

નવાગામથી હાઇવે સુધી આરસીસી કામ ચાલે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેથી મે તેઓને બેચેનીનુ કારણ પુછતા તેમણે મને જણાવ્યું હતું કે, 'હાલ નવાગામથી હાઇવે સુધી આરસીસી કામ ચાલે છે. આ કામ બાબતે મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિકભાઇ અને મયુરભાઇ અવાર-નવાર મને મારું કામ કરવા દેતા નથી અને હું સાઇટ પર જઇ રોડ મેપીંગ તથા રોડ લેયરનું કામ કરતો હોઉ ત્યારે મારી સાથે બોલાચાલી કરે છે અને મને સાઇટ પર આવવાની જ ના પાડે છે. તેમજ આજે (27 મીએ) સવારે પણ હું તથા જતીનભાઇ જયસુખલાલ સાઇટ પર જતાં હાર્દિકે મને ફોન કરી સાઇટ પરથી ચાલ્યા જવાનું અને જો નહિ જાય તો ગામલોકોને ત્યાં મારા વિરૂધ્ધમાં મોકલવાની વાત કરી હતી.

મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

મેં તેઓને સાંત્વના પાઠવી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,મારા પતિએ મને આ વાત કરતાં મેં તેઓને સાંત્વના પાઠવી હતી. એ પછી 28 અને 29 ડિસેમ્બરના રોજ રાત્રે મારા પતિ ઓફિસનું કામ પુરુ કરી ઘરે આવતાં ખુબ જ ચિંતામાં જણાયા હતાં. મેં પુછતાં તેમણે કહેલું કે- મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિક અને મયુર નવગામની સાઇટ પર સરખુ કામ કરતાં નથી. ચેક કરવા જાઉ તો મારા વિરૂધ્ધમાં ગામલોકોને ઉશ્કેરે છે અને કામ સરખુ કરતાં જ નથી. આ બાબતે ઉપરી અધિકારી તથા મધુરમ્ કન્ટ્રકશન વચ્ચેની તકરારમાં હું પિસાવ છું અને ત્રાસી ગયો છું. આવી વાત મને કરી હતી. જેથી મેં તેમને આ બાબતે ઉપરી અધિકારીનું ધ્યાન દોરવાનું કહી ફરીથી સાંત્વના પાઠવી હતી.

ચિંતાની વાત મારા પતિએ મને કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,તા. 30 ડિસેમ્બરના રોજ સવારે મારા પતિ સમયસર ઓફિસે જવા નીકળી ગયા હતાં. બપોરના આશરે ત્રણેક વાગ્યે ઘરે જમવા આવ્યા ત્યારે પણ ખુબ જ ચિંતામાં લાગતાં હતાં. મેં તેમને ચિંતામાં કેમ છો? એવું પુછતાં જણાવેલ કે મધુરમ્ કન્ટ્રકશનવાળા હાર્દિક અને મયુર બંને મને જીવવા દેશે નહિ, આજે સવારે નવાગામની સાઇટ પર ગયેલો ત્યારે મને ફરીથી સાઇટ પરથી ચાલ્યા જવાનું કહેલું અને જો ત્યાંથી હું ન જાઉ તો ગામલોકોને મારા વિરૂધ્ધ રજૂઆત કરવા મોકલશે તેવી ધમકી આપી હતી. મારે શું કરવું એ સમજાતું નથી. આ પ્રકારની ચિંતાની વાત મારા પતિએ મને કરી હતી.

પરેશભાઇ જોષીની ફાઈલ તસવીર
પરેશભાઇ જોષીની ફાઈલ તસવીર

પરેશભાઇએ ન્યારીડેમમાં પડી આત્મહત્યા કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,એ પછી તેઓ બપોરે 3.50 વાગ્યે ઘરેથી નીકળી ગયા હતાં. મેં તેમને જણાવેલ કે આજે કમલેશભાઇનો જન્મદિવસ છે તેથી આપણે ત્યાં જમવા જવું છે? તેમ પુછતાં તેમણે કહેલું હું આવી જાઉ પછી આપણે જઇશું. એ પછી તેઓ કોઇ સાથે ફોનમાં વાતો કરતાં કરતાં ઘરેથી નીકળી ગયા હતાં. સાંજે સાડા છ પોણા સાતે મને મારા મામીજી નેહલબેન વ્યાસનો ફોન આવ્યો હતો અને જણાવેલું કે પરેશભાઇએ ન્યારીડેમમાં પડી આત્મહત્યા કરી છે.

સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે લઇ ગયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ વાત માનવામાં આવતી નહોતી. ત્યાં મારા જેઠાણી મમતાબેન અને તેના દિકરા દિવ્યેશ આવી જતાં તેણે પણ મને આ વાત સાચી હોવાનું કહ્યું હતું અને મને સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે લઇ ગયા હતાં. પતિને મૃત હાલતમાં જોઇ હું ભાંગી પડી હતી. શું કરવું શું ન કરવું એની સમજાતું નહોતું. મારા પતિએ આવું પગલુ શા માટે ભર્યુ? એ ખબર પડતી નહોતી.

બંને કન્સ્ટ્રક્શનનું કામ સંભાળે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,એ પછી મેં મારી રીતે તપાસ કરતાં મારા પતિ સાથે નોકરી કરતા લોકોને મળતાં અને પતિએ જ્યાં આપઘાત કર્યો ત્યાં જઇ તપાસ કરતાં અને પતિના મિત્રોને પણ બનાવ બાબતે પુછતાં ખબર પડી હતી કે મધુરમ્ કન્સ્ટ્રક્શનને નવાગામમાં આર.સી.સી. રોડનું કામ મળ્યું છે. હાર્દિક અને મયુર બંને આ કન્ટ્રકશનનું કામ સંભાળે છે. આ બંને વારંવાર મારા પતિને તેઓ બીલીંગ પ્રોસેસ ગયા વર્ષે કરાવવા દબાણ કરતાં હતાં.

બંને વિરૂધ્ધ મેં ફરિયાદ નોંધાવી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,નવાગામ ખાતે મારા પતિ રોડ મેપીંગ અને રોડ લેયરનું ચેકીંગ કરવા ગયા ત્યારે પણ ત્યાં નહિ આવવા અને ચાલ્યા જવાનું કહી તેમજ ગામલોકો મારા પતિ વિરૂધ્ધ રજૂઆત કરશે તેવી ધમકી આપી ત્યાંથી ચાલી જવા કહેતાં હોઇ તેમજ 30 ડિસેમ્બરના રોજ સવારથી સાંજ સુધી મારા પતિના ટેબલ સામે જ હાર્દિક અને મયુર બેઠા રહ્યા હોઇ અને એ દિવસે બિલીંગ પ્રોસેસ કરી આપવા દબાણ કરતાં હોઇ જેથી આ બંનેના ત્રાસથી કંટાળીને મારા પતિએ આત્મહત્યા કરી લીધાનું જણાતાં બંને વિરૂધ્ધ મેં ફરિયાદ નોંધાવી છે.