તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
3 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખુદની આજથી ત્રણ દિવસ કસોટી શરૂ થશે. યુનિવર્સિટીના છેલ્લા પાંચ વર્ષનું મૂલ્યાંકન કરવા નેકની ટીમ આવી પહોંચી છે. નેકના આવવાથી જ છેલ્લા ઘણા સમયથી પડતર હાલતમાં રહેલી વાઉ બસ, પ્રેમનો પટારો, અતિથિ ગૃહ અને વર્ષોથી બંધ ફુવારા પણ શરૂ થઇ ગયા છે! નેકની ટીમમાં એક ચેરમેન સહિત છ સભ્ય આજથી ત્રણ દિવસ સુધી યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન, વિદ્યાર્થીઓની સુવિધા-વ્યવસ્થા, સેન્ટ્રલ ફેસિલિટી સહિતની તમામ બાબતોનું એસેસમેન્ટ કરશે. બુધવારે મોડી સાંજે નેકની ટીમ અમદાવાદથી બાય રોડ રાજકોટ આવી પહોંચી હતી.
યુનિવર્સિટી વતી એક ટીમ પણ તેમને અમદાવાદ રિસીવ કરવા મોકલવામાં આવી હતી. વર્ષ 2015થી 2019 દરમિયાન યુનિવર્સિટીમાં થયેલા કાર્યો, પરિણામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, શિક્ષણનો દર, ફેકલ્ટી સહિતની બાબતોનું ઇન્સ્પેક્શન કરશે. નેકની ટીમના છ સભ્યને રાજકોટની ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતારો અપાયો છે. અને નેકની ટીમ જ્યાં જ્યાં જશે ત્યાં તમામ જગ્યાએ લાલ જાજમ બિછાવી દેવામાં આવી છે.
નેકની ટીમનો આજનો કાર્યક્રમ
સવારે 9 કલાકે: કેમ્પસ પર આગમન 9.15 કલાકે: સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પુષ્પાંજલિ 9.30 કલાકે: નેક પિયર ટીમનું મેઈન બિલ્ડિંગમાં કુમકુમ-તિલકથી સ્વાગત 10.00 કલાકે: સિન્ડિકેટ હોલમાં પ્રેઝન્ટેશન. 11.00 કલાકે: IQACનું પ્રેઝન્ટેશન બપોરે 12.30: નેક ટીમ સાથે સિન્ડિકેટ, ડીન, BOSના સભ્યોનું લંચ 1.30થી 5 કલાક: ભવનોમાં ઇન્સ્પેક્શન સાંજે 6 કલાકે: વિવેકાનંદ પ્લાઝામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 7.30 કલાકે: નેકની ટીમ સાથે HODનું ડીનર
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.