ઉચ્ચકક્ષાએ મામલો પહોંચવાની શક્યતા!:રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે મોભીઓ વચ્ચે મતભેદનો ઉકળતો ચરુ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનરલ બોર્ડમાં શાસકોને ભીડવવા માટે વિપક્ષની તૈયારી
  • બે-ત્રણને બાદ કરતા ચેરમેન આવતા જ નથી, ઉચ્ચકક્ષાએ મામલો પહોંચવાની શક્યતા!

રાજકોટ જિલ્લા પંચાયતની આગામી તા.16મી જૂને મળી રહેલી સામાન્ય સભા પહેલા જ મોભીઓ વચ્ચે મતભેદને લઇને ઉકળતા ચરુ જેવો માહોલ હોઇ, બે ત્રણ ચેરમેનને બાદ કરતા મોટા ભાગની ચેમ્બર્સ પદાધિકારીઓ વિહોણી જ રહે છે ત્યારે વિકાસ કાર્યોના મુદ્દાઓને લઇને આ બાબતની વિપરીત અસર પડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

જિલ્લા પંચાયતમાં સંકલનનો અભાવ હોવાનો વસવસો ખુદ સિનિયર સભ્યો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆત થાય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. જિલ્લા પંચાયત ખાતે લાંબા સમય બાદ પ્રશ્નોત્તરી સાથેનું જનરલ બોર્ડ મળી રહ્યું છે ત્યારે શાસકોને ભીડવવા વિપક્ષની પૂરી તૈયારી હોવાના નિર્દેશો મળી રહ્યા છે.

રાજકોટ જિલ્લાનો વિકાસનો મુખ્ય આધાર જે લોકોના નિર્ણય પર હોય તેવા પદાધિકારીઓ જ કોઇને કોઇ કારણોસર નિરુત્સાહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં ચેરમેન રોજ નથી આવતા પરંતુ સોમવારે અને ગુરુવારે પણ કારોબારી, સામાજિક ન્યાય સમિતિ અને બાંધકામ સમિતિ સિવાયના ચેરમેનની ગેરહાજરી હોય છે, ખુદ પ્રમુખની હાજરીનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને ગણાવાઇ રહ્યો છે.

ટોચના મોભીએ એવું પણ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં તમામ સમિતિના ચેરમેને કામકાજ મુજબ સમયસર હાજરી આપવી જ જોઇએ. આના પરથી તો આંતરિક સંકલનનો અભાવ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. સંકલન બેઠકમાં મહિલા ચેરમેનના પતિદેવો-સસરા બેસી જતા વિવાદ બરાબરનો વકર્યો હતો, એક વખત તો ચાલુ બેઠકે પ્રમુખે પતિદેવોને ઊભા થઇ બેઠક સ્થળની બહાર જતા રહેવા જણાવ્યું હતું, ત્યાર બાદની સંકલનમાં ફરી પતિદેવોને બેસવા પણ દેવાયા હતા!

આ બાબતને લઇને એક પતિદેવે એવો પણ રોષ ઠાલવ્યો હતો કે, આ બાબતે સ્પષ્ટ નીતિ ઘડવી જોઇએ! સામાન્ય સભા અંતર્ગત વિપક્ષના નેતાએ શિક્ષણ, બાંધકામ સહિતના વિભાગોના 4, અન્ય કોંગ્રેસના સભ્યએ 10 અને ભાજપના એક સભ્યએ પ્રશ્નો મોકલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...