અપહરણના LIVE દ્રશ્યો:રાજકોટમાં પ્રેમ લગ્ન કરનારી બહેનનું વાળ ખેંચીને રક્ષાબંધન પૂર્વે જ બનેવીની હાજરીમાં અપહરણ, કહ્યું-'હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉં'

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપહરણ કરી લઇ જતાં દોડધામ મચી ગઇ હતી
  • યુનિવર્સિટી પોલીસે અપહૃતને છોડાવી પતિને સોંપી
  • ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

રાજકોટમાં રક્ષાબંધન પૂર્વે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રક્ષાબંધન પૂર્વે 'હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉં, તેને લઇ જઇશ' કહી સાળાએ બનેવીની હાજરીમાં 3 શખ્સો સાથે સગી બહેનનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV માં કેદ થઈ છે. જેના આધારે યુવાકે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. યુવાને ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ કરી અપહૃતને છોડાવી તેના પતિને સોંપી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ત્રણ જણા ઘરમાં બળજબરી પુર્વક ઘુસી ગયા હતા
ત્રણ જણા ઘરમાં બળજબરી પુર્વક ઘુસી ગયા હતા

અપહરણ કરી લઇ જતાં દોડધામ મચી ગઇ
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ પડધરીના દેપાળીયાના અને હાલ રાજકોટ રહેતાં ગેરેજ સંચાલક દિપેશ ખીમજીભાઇ પંચાસરાએ ત્રણ મહિના પહેલા મોટી પાનેલીની યુવતિ સાથે લવમેરેજ કર્યા હતા.પરંતુ તેના સાળાને આ લગ્ન પસંદ ન હતા. તેથી ત્રણ શખ્સોને સાથે રાખી રાજકોટ આવી બનેવીની હાજરીમાં પોતાની બહેનનું બળજબરીથી ઇકો કારમાં અપહરણ કરી લઇ જતાં દોડધામ મચી ગઇ હતી.

ગત સાંજના સવા આઠેક વાગ્યે બનાવ બન્યો
ગત સાંજના સવા આઠેક વાગ્યે બનાવ બન્યો

ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ
બનાવ અંગે પોલીસે મુળ પડધરીના દેપાળીયા ગામના અને હાલ રાજકોટ આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્ક-7 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. 202માં રહેતાં તથા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે માર્શલ મોટર્સ નામે ગેરેજ ચલાવતાં દિપેશ ખીમજીભાઇ પંચાસરા (ઉ.વ.26) નામના ગુર્જર સુથાર યુવાનની ફરિયાદ પરથી તેના સાળા નિતીન જસાભાઇ સરેણા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી 365, 451, 120 (બી) મુજબ કાવત્રુ ઘડી દિપેશની પત્નિનું અપહરણ કરી જવાનો ગુનો નોંધ્યો છે.

બનેવીની હાજરીમાં બહેનને ઢસડીને લઈ ગયો
બનેવીની હાજરીમાં બહેનને ઢસડીને લઈ ગયો

બીજા ત્રણ જણા ઘરમાં બળજબરી પુર્વક ઘુસી ગયા
દિપેશે પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, હું ગેરેજ ચલાવું છું અને તા. 13-5-2021ના રોજ મેં વડીયા ખાતે મોટી પાનેલીની ઉર્મિલા જસાભાઇ સરેણા સાથે પ્રેમલગ્ન કર્યા છે. ત્યારથી હું, પત્નિ, માતા-પિતા અને ભાઇ રાજકોટ રહીએ છીએ. ગત સાંજના સવા આઠેક વાગ્યે હું મારા ગેરેજે હતો ત્યારે પિતાનો ફોન આવેલો કે તારો સાળો નિતની અને બીજા ત્રણ જણા ઘરમાં બળજબરી પુર્વક ઘુસી જઇ તારી પત્નિ ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ભાગી ગયા છે.આથી હું તુરત જ મારા ઘરે આવ્યો હતો.

અપહરણ કરી લઇ જતાં દોડધામ મચી ગઇ હતી
અપહરણ કરી લઇ જતાં દોડધામ મચી ગઇ હતી

ઉર્મિલાનું અપહરણ કરી ગયા હતાં
વધુમાં દિપેશે જણાવ્યું હતું કે, મેં ઉર્મિલા સાથે લવમેરેજ કર્યા હોઇ તે મારા સાળાને પસંદ ન હોઇ જેથી તે મારી પત્નિનું અપહરણ કરી ગયો હતો. મારા સાળાએ અગાઉ મને ધમકી પણ આપી હતી કે 'હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉ અને તેને લઇ જઇશ.'. આ ધમકી મુજબ જ મારા સાળાએ કાવત્રુ ઘડી બીજા ત્રણ જણા સાથે મળી મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘુસી જઇ ઉર્મિલાનું અપહરણ કરી ગયા હતાં.આ બનાવમાં PI એ. એસ. ચાવડાની રાહબરીમાં PSI બી. જી. ડાંગર સહિતની ટીમે તપાસ શરૂ કરી આરોપીઓને સકંજામાં લઇ ઉર્મિલાને મુકત કરાવી તેના પતિને સોંપવા તજવીજ કરી હતી.