ભાસ્કર વિશેષ:નોરતા પહેલા રૂ. 50થી 60ના કિલો મળતા ગુલાબનો ભાવ રૂ.300 થયો, લગ્ન માટે દોઢ મહિના પૂર્વે બુકિંગ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદને કારણે ગુલાબના પાકને નુકસાન થતા ભાવ વધ્યા

ભારે વરસાદને કારણે શાકભાજીના પાક અને ખેતીમાં નુકસાન ગયું છે. તેની સાથે- સાથે ગુલાબના પાકને પણ નુકસાન જતા ગુલાબ ફૂલના ભાવમાં પણ વધારો આવ્યો છે. નોરતા પહેલા જે ગુલાબ રૂ. 50 થી 60 રૂપિયાના કિલો લેખે મળતા હતા તેનો ભાવ અત્યારે રૂ.300ના કિલો છે, તો હવે દિવાળી પછી લગ્ન સિઝન શરૂ થઈ રહી છે. જેને કારણે દોઢ-બે મહિના પહેલાના ઓર્ડર અત્યારથી જ બુક થઇ ગયા છે. આ સિવાય લાભપાંચમે સગાઈ, દુકાન, શો-રૂમના ભૂમિપૂજન, ગૃહપ્રવેશ અને ઓપનિંગ સેરેમની પ્રસંગને અનુરૂપ ઓર્ડર પણ નોંધાઈ ચૂક્યા છે. તેમ ફૂલના વેપારી- ધંધાર્થીઓ જણાવી રહ્યા છે.

ફૂલના ભાવ વધતા હાલ અત્યારે રાજકોટના વેપારીઓ મુંબઈ, પુના, બેંગ્લોરથી ફૂલ મગાવી રહ્યા છે. જોકે જરૂરિયાત હોય તેના કરતા ઓછા આવે છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. નોરતામાં સામાન્ય દિવસો કરતા ફૂલની ડિમાન્ડ વધારે રહે છે. આ સમયમાં ફૂલ શોધ્યા પણ જડતા નહોતા અને તેનો ભાવ રૂ.500ની ઉપર પહોંચ્યો હતો. જોકે નોરતા પછી ડિમાન્ડ ઘટી જતા ભાવ કાબૂમાં આવ્યા છે.

દિવાળી પછી નવા ફૂલની આવક શરૂ થશે. ત્યારે ભાવવધારો કાબૂમાં આવવાની શક્યતા છે. જોકે આ વખતે લગ્નપ્રસંગમાં ડિમાન્ડ દર વખત કરતા વધુ રહેવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, કોરોનાને કારણે છેલ્લા બે વખતથી લગ્નપ્રસંગ રદ થયા છે. એ બધા લગ્ન આ સિઝનમાં થવાની શક્યતા છે. જેથી ફૂલની ડિમાન્ડ વધુ રહેશે. ગણેશોત્સવમાં પણ ભાવ વધારે હતા. ફૂલ બજારમાં આવતા ફૂલ તાત્કાલિક વેચાય જાય છે.

વિવિધ ફૂલના બજારભાવ

ફૂલનોરતા પહેલના ભાવઅત્યારના ભાવ
ગુલાબ50થી 60300
ગલગોટા10 થી 2030-40
લીલી150 થી 200300
સૂર્યમુખી30-60120 થી 150

અન્ય સમાચારો પણ છે...