તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:રાત્રિ કર્ફ્યુ પહેલા હોલિકાદહન કરી લેવું, ધૂળેટી રમતા ઝડપાશો તો કાયદેસરની કાર્યવાહી કરાશેઃ રાજકોટ CP

રાજકોટ2 મહિનો પહેલા
ધૂળેટી રમતા લોકોની ફાઇલ તસવીર.
  • હોલિકાદહન અને દર્શન વખતે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી

એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે. આગામી હોળી-ધૂળેટીના પર્વને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 28 માર્ચના રોજ હોળીનો પર્વ છે જેને ધ્યાનમાં રાખી અત્યારથી પોલીસ દ્વારા ધાર્મિક સ્થળો અને કેટલીક મુખ્ય સોસાયટીઓમાં આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે. ધાર્મિક રીતે હોલિકા દહન કરી સમયસર રાત્રિ કર્ફ્યુ સમય પહેલા લોકો દર્શન કરી પોતાના ઘેર જતા રહે તે માટે રાજકોટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ ધુળેટીના દિવસે જાહેરમાં રમતા ઝડપાશો તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી સંક્રમણ ન વધે તેની કાળજી રાખવા ખાસ સૂચન કરવામાં આવ્યું છે.

ધુળેટી રમતા ઝડપાયા તો કાયદેસરની કાર્યવાહી
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 28 તારીખ સાંજના સમયે હોલિકા દહનની ધાર્મિક વિધિ સમયસર કરવામાં આવે અને ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ ઝળવાય રહે તેની કાળજી રાખવા કહેવામા આવ્યું છે. આ સાથે 29 તારીખના રોજ ધૂળેટીનો પર્વ છે જેમાં પણ રાજ્ય સરકાર દ્વારા આ પર્વની ઉજવણી પર મનાઇ ફરમાવવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ સતત પેટ્રોલિંગ કરશે અને જાહેરમાં કે સમુહમાં કોઇ ધૂળેટી રમતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરી.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરી.

કામધેનુ આયોગની વૈદિક હોળી કરવા અપીલ
હોળી-ધૂળેટીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે. આ સમય દરમિયાન મિશ્ર વાતાવરણને કારણે બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તો વૈશ્વિક મહામારી સમો કોરોના વાયરસ કે જે આખી દુનિયા પર હાવી થયો છે. બીજી તરફ હોળી-ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં કામધેનુ આયોગ દ્વારા વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના ગોબર, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રણ કરી શકાય છે તેવું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો