તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડ્યા છે. ત્યારે પોલીસ પણ છેલ્લા 15 દિવસથી સતર્ક બની ગઈ છે. રાજકોટ SOGએ કપ-રકાબીના બોક્સ નીચે છૂપાવીને લાવવામાં આવી રહેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એકની અટકાયત કરી છે.
SOGએ આઈસરચાલકની અટકાયત કરી
રાજકોટ SOG પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન SOGએ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી ગામના પાટીયા પાસે આઈસર ચાલકને રોકીને તપાસ કરતા આઈસરમાં કપ-રકાબીના બોક્સ નીચેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આઈસરના ચાલક આજમ છારોરા (ઉં.વ.34)ની અટકાયત કરી 6 લાખની કિંમતના દારૂ સહિત કુલ 13 લાખ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ
- 1488 નંગ દારૂની બોટલ (કિંમત રૂ.- 6,01,200)
- 450 નંગ કપ- રકાબીના બોક્સ (કિંમત- 90,000)
- આઈસર ગાડી નંબર UP 50 BT 9914 (કિંમત રૂ- 7,00,000)
- મોબાઈલ (કિંમત રૂ- 3,000)
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.