તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:કોરોના પહેલા રાજકોટમાં રોજ 100 કિલો સોનું આવતું હવે માત્ર 20 જ કિલો આવે છે, પ્યોર સોનાની ખપત વધુ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોનાના ભાવ વધતા 95 ટકા લોકો ખરીદી કરે છે, માત્ર 5 ટકા જ જૂનું સોનું વેચવા કાઢે છે

કોરોનાની મહામારી અને સોનાના વધતા જતા ભાવને કારણે છેલ્લા કેટલાક સમયથી ઊથલપાથલ જોવા મળી રહી છે.સોનામાં સતત ઉછાળો આવ્યા બાદ રાજકોટમાં 95 ટકા લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે.માત્ર 5 ટકા જ વર્ગ એવો છે કે જે પોતાની પાસે રહેલું જૂનું સોનું વેચવા માટે કાઢી રહ્યા છે. રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સેન્ટર ગુજરાતના કમિટી મેમ્બર પ્રવીણભાઈ વૈદ્ય જણાવે છે કે, કોરોના પહેલા રાજકોટમાં રોજ 100 કિલો સોનું આવતું હતું હવે એ માત્ર 20 કિલો આવે છે. સોનાના ભાવમાં સતત તેજી હોવાને કારણે દાગીના કરતા પ્યોર સોનાની ખપત વધુ રહી છે.

વેપારીઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે
આ ટ્રેન્ડને વેપારીઓ પોઝિટિવ સાઈન માને છે. જો કે સોનાના માર્કેટમાં જે ઊથલપાથલ જોવા મળી રહી છે તે પરિસ્થિતિ થાળે પડતા જૂન 2021 સુધીનો સમય લાગી જશે.તેમ વેપારીઓનું માનવું છે. આખા દેશનું સૌથી મોટું એક્ઝિબિશન ઓગસ્ટ માસમાં થતું હોય છે, પણ આ વખતે કોરોનાને હિસાબે તે કેન્સલ થયું છે. હાલ મુંબઈ, દિલ્હીની માર્કેટ બંધ છે.રાજકોટમાં જે ઘરેણાં બને છે તેની મોટાભાગની ડિમાન્ડ મુંબઈમાં હોય છે. તેથી ઘરેણાંમાં 80 ટકા ડિમાન્ડ ઓછી છે. કોરોનાની મહામારીમાં વેપારમાં આર્થિક નુકસાની સહન ન કરવી પડે તે માટે વેપારીઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે.

હોલમાર્કિંગ સેન્ટરમાં વોલ્યૂમ ઓછું આવી રહ્યું છે
ગુજરાત સુવર્ણકારના પ્રમુખ દિલીપભાઈ રાણપરા જણાવે છે કે, હાલમાં દાગીનાની ખરીદી નહીં હોવાથી વેપારીઓ નવો માલ મગાવતા નથી. હાલ પ્યોર દાગીનાની જે ખરીદી થઈ રહી છે તે રોકાણકાર અને સામાન્ય વર્ગ તરફથી જ થાય છે.ઈન્ડિયન એસો.હોલમાર્કિંગના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ અશ્વિન જૈન જણાવે છે કે,દાગીના નહીં બનતા હોવાથી હોલમાર્કિંગ સેન્ટરમાં વોલ્યૂમ ઓછું આવી રહ્યું છે.

આ કારણોસર રોકાણ માટે સોનું હરહંમેશ પ્રમુખ સ્થાને રહ્યું છે

  • લોકો એવું ધારીને બેઠા છે કે હજુ સોનાના ભાવ વધવાના છે. ભવિષ્યમાં ભાવ વધશે તેની સાથે વળતર સારું મળશે.
  • દિવાળી પછીની લગ્ન સિઝન આવશે. ત્યાં સુધીમાં સોનાના ભાવ વધવાની શક્યતા છે તો એ સમયે મોંઘાભાવની ખરીદી કરવાને બદલે અત્યારથી જ ખરીદી કરવાનું લોકો હિતાવહ માને છે.
  • જમીન મકાન અને મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણનું વળતર તરત મળતું નથી. તેના ભાવ વધે ત્યાં સુધી રાહ જોવી પડે છે.
  • સોનામાં કરેલા રોકાણનું વળતર તાત્કાલિક મળી રહે છે.
  • ઈન્વેસ્ટરો શોર્ટ ટર્મ ફાયદો મેળવવા માટે સોનું ખરીદ કરે છે.
  • કોરોનાની મહામારીને કારણે જે આર્થિક સંકડામણ ઊભી થઈ છે તેના કારણે લોકો સોના પર વધુ વિશ્વાસ કરે છે.

10 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીની મર્યાદામાં રોકાણ થાય છે
દાગીનાના વેચાણ કરતા પ્યોર દાગીનાની વધુ ખરીદી થઈ રહી છે. હાલ અત્યારે જે ખરીદી છે ઈન્વેસ્ટમેન્ટ માટેની જ છે. સોનામાં પહેલા ચોક્કસ પ્રકારનો જ વર્ગ રોકાણ કરતો હતો, પરંતુ હવે આખો ટ્રેન્ડ બદલાયો છે.સામાન્ય લોકો પણ રોકાણ કરતા થઈ ગયા છે. રોકાણકારો 10 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધી સોનાની ખરીદી કરી રહ્યા છે. ઈકોનોમી રાબેતા મુજબ થશે ત્યારે ભાવ ઘટશે, પરંતુ ભાવ કેટલા ઘટશે તે કહી શકાય તેવું નથી. > પંકજ લોઢિયા, બુલિયન વેપારી

અન્ય સમાચારો પણ છે...