રાજકોટ રેલ્વે ડિવિઝનની ટ્રેનમાં બ્લેન્કેટ, બેડશીટ્સ, નેપકીન સાફ- સફાઈ કરવા માટે અમદાવાદ કે જૂનાગઢ નહિ મોકલવા પડે. રાજકોટમાં હવે મિકેનાઈઝડ બૂટ લોન્ડ્રીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં બ્લેન્કેટ, બેડશીટ્સ, નેપકીન વગેરે સાફ-સફાઈ થઈને આવી જશે અને ઈસ્ત્રી પણ થઈ જશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફે જણાવ્યું હતું કે, મિકેનાઈઝડ લોન્ડ્રી મોડલ હેઠળ શરૂ કરવામાં આવી છે. લોન્ડ્રી સેવાઓમાં રાજકોટ સ્થિત ટ્રેનના એસી કોચમાં લીનન ધોવા, ઈસ્ત્રી પેકેજિંગ, પરિવહન અને તેનું વિતરણ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ મિકેનાઈઝડ લોન્ડ્રીમાં લીનન ધોવાની ક્ષમતા 2 ટન પ્રતિ દિવસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.