ક્રાઇમ:બેડલાના યુવાનને 4 પોલીસમેન ઉઠાવી જઇ માર માર્યાનો આક્ષેપ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘દારૂ ક્યાં વેચાય છે કહે નહીંતર દારૂના ગુનામાં ફિટ કરી દઇશું’ની ધમકી આપી

રાજકોટના બેડલા ગામે રહેતા લક્ષ્મણ શામજીભાઇ જીંજરિયાને મંગળવારે સાંજે ચાર પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ થયો છે. ઇજાગ્રસ્ત લક્ષ્મણના ભાઇ હિતેશે જણાવ્યું કે, ખેતીકામ કરતો લક્ષ્મણ બપોરે ગામમાં બેઠો હતો. ત્યારે ચાર સિવિલ ડ્રેસવાળા પોલીસ કારમાં ધસી આવ્યા હતા. લક્ષ્મણ કંઇ સમજે તે પહેલા જ તેને બળજબરીથી કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા.

લક્ષ્મણને બે-ત્રણ સ્થળે લઇ જઇ માર્યો હતો. ત્યાર બાદ તક મળતાં જ લક્ષ્મણ ચારેયની ચુંગાલમાંથી ભાગી ગયો હતો. અને ઘરે આવી વાત કરી હતી. બાદમાં તેને સિવિલ લઇ ગયા હતા. આ અંગે લક્ષ્મણને પૂછતા તે ચારેય આજી ડેમ પોલીસમથકના કર્મી હતા અને પોતાને દારૂ ક્યાં ક્યાં વેચાય છે તેમ કહી ઉઠાવી ગયા હતા.

પોતે કંઇ જાણતો ન હોવાનું કહેતા માર મારી તું નહિ કહે તો દારૂની 20 પેટીમાં ફિટ કરી દઇશુંની ધમકી આપી હતી. ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા તેમજ રીઢા ગુનેગારોને પકડવાને બદલે પોલીસ દારૂ-જુગારની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ખાનગી કારમાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થશે કે કેમ તે તો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...