તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:બેડી યાર્ડની ચૂંટણીની તૈયારી શરૂ, ઈલેક્શન કાર્યક્રમ મોકલી અપાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાં 5 એપીએમસીની ચૂંટણી યોજાશે

જુલાઈ માસથી રાજકોટ જિલ્લાની 5 એપીએમસીની ચૂંટણી યોજાવાની શરૂઆત થશે. જેમાં બેડી યાર્ડ, ઉપલેટા, ગોંડલ, જેતપુર, જામકંડોરણા યાર્ડનો સમાવેશ થાય છે. બેડી યાર્ડના ડિરેક્ટરની મુદત પૂરી થાય છે. જોકે બેડી યાર્ડની ચૂંટણીનો ઇલેક્શન કાર્યક્રમ મોકલી દેવામાં આવ્યો છે.

બેડી યાર્ડની કુલ 16 બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, સહકારી ખરીદ–વેચાણ સઘં વિભાગની 2 બેઠકનો સમાવેશ. પ્રથમ ઉપલેટા, જામકંડોરણા યાર્ડની ચુંટણી થશે. બાદ ગોંડલ, જેતપુર અને બેડી યાર્ડની ચૂંટણી થશે. યાર્ડની ચૂંટણીમાં મર્યાદિત લોકોને જ મતદાન કરવા માટેની સત્તા હોય છે. છતાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમ પાલન સાથે ચૂંટણી યોજાશે.

બેડી ગામ અને યાર્ડમાં મચ્છરના ત્રાસ મુદ્દે એજન્ટ, વેપારીઓએ આંદોલન કર્યું હતું. જે પ્રકરણમાં યાર્ડના કેટલાક વેપારી અને કમિશન એજન્ટ સામે ફરિયાદ પણ થઇ હતી. ત્યારે આ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવે તેવી રજૂઆત કરવા વેપારીઓનું એક જૂથ ગાંધીનગર પહોંચ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...