ભાસ્કર એક્સક્લૂસિવઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન:બી.એડ. કોલેજો જેની હેઠળ ચાલે છે તે ટીચર્સ યુનિવર્સિટીને જ NAAC ઇન્સ્પેક્શનમાં મળ્યો B ગ્રેડ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
IITE ગાંધીનગર - ફાઈલ તસવીર - Divya Bhaskar
IITE ગાંધીનગર - ફાઈલ તસવીર

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ. કોલેજો જેના હેઠળ ચાલી રહી છે તેવી IITE ( ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન) ગાંધીનગરને તાજેતરમાં જ NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) દ્વારા કરાયેલા ઇન્સ્પેક્શનમાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે.

12થી 14 જુલાઈ દરમિયાન આઈઆઈટીઈમાં ઇન્સ્પેક્શન
નેક પિયર ટીમના ચેરપર્સન અને લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વાઈસ ચાન્સેલર ડૉ. દિલીપ કુમાર દુહેરાના માર્ગદર્શન હેઠળ 6 સભ્યની ટીમે 12થી 14 જુલાઈ દરમિયાન આઈઆઈટીઈમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પણ નેક કમિટી દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે જેમાં IITEને ‘બી’ ગ્રેડ પ્રાપ્ત થયો છે.

IITE ખુદને નેકના ઇન્સ્પેક્શનમાં બી ગ્રેડ
એકબાજુ સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ. કોલેજોની સ્થિતિ ખરાબ છે, વિદ્યાર્થીઓ નિયમિત આવતા નથી, તેવી સ્થિતિમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ઉપર જેણે અંકુશ રાખવાનો હોય છે, કોલેજોની સ્થિતિ અને શિક્ષણ સુધારવાનું હોય છે તે IITE ખુદને નેકના ઇન્સ્પેક્શનમાં બી ગ્રેડ આવ્યો છે. નેક કમિટીએ IITEને અનેક સુધારા કરવા માટેના સૂચન પણ કર્યા છે.

NAAC કમિટીના સૂચનો

  • યુનિવર્સિટીએ ફુલટાઈમ તબીબીની નિમણૂક સાથે કેમ્પસમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા પ્રદાન કરવાની જરૂર છે.
  • લેંગ્વેજ લેબ, મેથેમેટિક્સ, સાઇકોલોજી જેવી લેબ સુવિધાને સ્થાપિત કરવાની જરૂર છે.
  • યુનિવર્સિટીએ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ હાલની લેબ સુવિધાને મજબૂત કરવાની જરૂર છે.
  • યુનિવર્સિટીએ નિયમિત ધોરણે પુસ્તકાલય, પરીક્ષા વિભાગમાં પ્રશિક્ષિત સ્ટાફની ભરતી કરવી.
અન્ય સમાચારો પણ છે...