સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો દ્વારા બી.એડ. કોલેજનું સ્થળ જે એનસીટીઈમાં દર્શાવાયું છે તેના બદલે અન્ય જગ્યાએ વિદ્યાર્થીઓ ભણી રહ્યા હોય તટસ્થ કમિટી નીમીને તપાસ કરાવવા આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિ મારફત રાજ્યપાલને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટના મુંજકા સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યની હરિવંદના કોલેજ બેડીના હડમતિયા ગામે હોવાનું દર્શાવ્યું છે પરંતુ ત્યાં કોલેજ છે જ નહીં અને વિદ્યાર્થીઓ અલગ સ્થળે બીજી કોલેજમાં ભણે છે.
સિન્ડિકેટ સભ્યો દ્વારા ચલાવાતી બી.એડ. કોલેજો જે સ્થળે દર્શાવાઇ છે તે સ્થળે કોઈ કોલેજનું સેટઅપ નથી જેવી કે, મવડી મેઈન રોડ, ઈન્દ્રપ્રસ્થ હોલમાં બતાવાઇ છે ત્યાં હાલ કોઈ કોલેજ જ નથી. આ સિવાય અન્ય બી.એડ. કોલેજો જેવી કે, એચ. એન. શુક્લા, હરિભાઈ નરભેરામ કૃષ્ણ વર્મા બી.એડ. કોલેજના સ્થળ જે જગ્યાએ દર્શાવ્યા છે તેને બદલે અન્ય જગ્યાએ વિદ્યાર્થીઓ ભણતા જણાય છે. આ ત્રણેય કોલેજમાં ડાયરેક્ટ ઈન ડાયરેક્ટ રીતે સિન્ડિકેટ સભ્યોની માલિકીની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.