તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટની સ્કૂલમાં પ્રથમ:SNK સ્કૂલમાં ઓક્સિજન સાથે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ, દાખલ દર્દીને એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહિ

રાજકોટ12 દિવસ પહેલા
સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર શરૂ
  • આગામી દિવસોમાં જરૂરિયાત, મંજૂરી અને રીસોર્સ સાથે 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવાશે

રાજકોટની એસ.એન.કે. સ્કૂલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આજથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને સારવાર માટે એક રૂપિયો ચૂકવવો પડશે નહીં. તેમજ રહેવા, જમવા અને દવા સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે. 50 બેડની ઓક્સિજનયુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જરૂરિયાત, મંજૂરી અને રીસોર્સ સાથે 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખ્યાતનામ ઉદ્યોગપતિઓએ અને સંતો દ્વારા આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં.

ક્રિટીકલ દર્દીને દાખલ કરાશે નહિ
સેન્ટરમાં આઇસીયુની સુવિધા ન હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં. દર્દીએ દાખલ થવા માટે ફોન દ્વારા એડમિશન લેવું જરૂરી છે. TGESના ડાયરેક્ટર કિરણ ભાલોડિયા, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ટિલાળા, BAPS સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

દર્દીના પરિવારે એક પણ રૂપિયો આપવાનો રહેશે નહિ.
દર્દીના પરિવારે એક પણ રૂપિયો આપવાનો રહેશે નહિ.

કંઈ રીતે દાખલ કરી શકાશે દર્દીને
કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવી છે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહિ લઇ જઇ શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 6358845684 પર કોલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોનલાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જેટલા બેડની કેપિસિટી જે તે દિવસની હશે તેટલા જ કોલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે 8 વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરવાનો રહેશે. અહીં કોઈ પણ જાતનું વેઇટિંગ લીસ્ટ રાખવામાં આવશે નહિ. રોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે ચાન્સ આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે.

કોવિડ કેર સેન્ટર દ્વારા બનાવવામાં આવેલા નિયમો
1. પેશન્ટ/પેશન્ટના સગાઓએ એડમિશનની જાણકારી મેળવવા માટે કોલ સેન્ટર નં 6358845684 પર કોલ કરવો.
2. કોલ સેન્ટર ટીમના મેમ્બર પેશન્ટનો આધાર કાર્ડ નંબર, આર.ટી.-પી.સી.આર અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ રિપોર્ટ અને એચ.આર.સી.ટી. વોટ્સેપ દ્વારા માંગશે.
3. કોલ સેન્ટર ટીમના મેમ્બર કોલરને ઓપીડી આઈડી અને એપોઇન્ટમેન્ટનો સમય વોટ્સેપ દ્વારા જણાવા માટે એક કલાકની રાહ જોવાનું જણાવશે.
4. એકવાર તેને ઓપીડી આઈડી અને એપોઇન્ટમેન્ટ ટાઈમ વોટ્સએપ દ્વારા મળી ગયા પછી પેશન્ટ રોલેક્સ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં વધુમાં વધુ બે વ્યક્તિઓ સાથે આવશે.
5. ઓપીડી માટે રોલેક્સ એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં આવતા દર્દીએ તેઓને વોટ્સએપ મેસેજથી જણાવેલ તમામ ફરજિયાત ડોક્યુમેન્ટ આધારકાર્ડ, આરટી-પીસીઆર અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ રિપોર્ટ્સ સાથે લાવાના રહશે. તેની ખાતરી કરવા માટે, દર્દીને ઓપીડી આઈડી આધારકાર્ડ, આરટી-પીસીઆર અથવા એન્ટીજન કોવિડ પોઝિટિવ અને એચઆરસીટી રિપોર્ટ્સ વિના સેન્ટરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં
6. સેન્ટરના ડોક્ટર નક્કી કરશે કે દર્દીને સેન્ટરમાં દાખલ કરવા કે નહીં અને તેઓનો નિર્ણય અંતિમ રહશે.

નોંધ:સેન્ટરમાં કોઈ વોક-ઇન્સની મંજૂરી રહેશે નહીં, કૃપા કરીને ગેટ પર રાહ જોશો નહીં, પૂર્વ નોંધણી વગર કોઈ પણને કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમે કેન્દ્રની બહાર લાઇન બનાવીને ફક્ત તમારા અને પોતાના પ્રિયજનોના જીવનને જોખમમાં મૂકશો. ફોન લાઇન્સ રોજ સવારે 8 વાગે ચાલુ થઈ જશે અને કોલ સેન્ટર એજન્ટ ફોન લેવાનું તથા એડમિશ્મની રિકવેસ્ટ લેવાનું ચાલુ કરશે. જ્યા સુધીને બેડ ખાલી હશે ત્યાર સુધી જ કોલ સેન્ટર એજન્ટ ફોન લેશે. જો આપ રેકોર્ડિંગ સાંભળો એનો મતલબ એમ સમજવો કે તે દિવસના તમામ બેડ ભરેલ છે અને એકેય ખાલી બેડ નથી અને તેથી તમો બીજી હોસ્પિટલમાં તપાસ કરજો.

ઓક્સિજન સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું.
ઓક્સિજન સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું.

કોવિડ કેર સેન્ટરનું HCG ગ્રુપ સાથે ટાયઅપ
TGESના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલ ના તબ્બકે 50 બેડથી શરૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સેન્ટરનું તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે HCG ગ્રુપ સાથે ટાયઅપ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમને અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહિ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો