તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ:કોરોનાની ત્રીજી લહેર સામે જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ બની

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેમ આર્ટસ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ગુજરાતી ફિલ્મનું સર્જન કરાયું

કોરોનાની બીજી લહેર પછી વર્તમાન સમયમાં રાજકોટ અને ગુજરાતમાં કોરોનાના કેસ માંડ ઘટી રહ્યા છે. મેડિકલ સ્ટાફ અને પોલીસ તંત્ર હજુ રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. ત્યારે લોકો ભયમુક્ત બનીને ટોળે વળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરવાની બેદરકારી ગંભીર પરિણામ લાવી શકે છે. ઘણા દેશોમાં ત્રીજી લહેર દેખાવી શરૂ થઈ ચૂકી છે.ભારતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવવાની આગાહીઓ થઇ ચૂકી છે, છતાં લોકોનું અત્યંત બેજવાબદારીપૂર્ણ વર્તન ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યું છે.

આવા સમયે નેમ આર્ટસ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ધ થર્ડ વેવ નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. મનીષ પારેખ લિખિત- દિગ્દર્શિત આ ફિલ્મ 28મી જૂનના રોજ યૂ ટ્યૂબ પર રિલીઝ કરવામાં આવી છે. અમેરિકા, યુ.કે, યુએઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આ ફિલ્મ જોવાઈ રહી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ફિલ્મને વખાણી પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા છે.

લેખક-દિગ્દર્શક મનીષ પારેખે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા માટે કંઈક કરવું જોઈએ. તેમાંથી શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર ઉદભવ્યો જેથી વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિ પણ તેને જોઈ શકે અને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાના પગલાં લઈ શકે. તરત જ ફિલ્મ લખાઈ અને ક્લબના જ સભ્યોને પસંદ કરીને શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. બાળકોથી માંડીને વડીલો સુધીના 40થી વધુ સભ્યોએ પ્રથમ વખત ગુજરાતી શોર્ટ ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું.

અન્ય સમાચારો પણ છે...