તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવરોધ આવશે?:રાજકોટમાં વેક્સિનેશન થશે બંધ? યુવાનોમાં રસી લેવામાં ઉત્સાહ, મનપા પાસે વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ચિંતાનો વિષય!

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં બે દિવસ ચાલે તેટલો જ વેક્સિનનો જથ્થો.
  • રાજકોટમાં રોજ 4000થી વધુ યુવાનોને રસી આપવામાં આવે છે

ફ્રન્ટલાઇન વોરિયર્સની સાથે સાથે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રસીકરણ અભિયાનમાં ભાગ લઇ સુરક્ષિત બન્યા છે અને સંક્રમિત પણ થયા છે. જેમાં મોટાભાગના દર્દીને ગંભીર સ્થિતિ સર્જાય નથી અને માઇલ્ડ સીમટોમ્સના કારણે હોમ આઇસોલેટ થઇ સ્વસ્થ થયા છે. રસી લીધા બાદ કોરોનાથી બચવાના પૂરા ચાન્સ જોઇ એક આશા જરૂર ઉભી થઈ છે. પરંતુ રાજકોટમાં હાલ મનપા વિસ્તારમાં વેક્સિનેશન માટે રહેલો વેક્સિનનો મર્યાદિત જથ્થો ચિંતાનો વિષય જરૂર બની ગયો છે. આવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજકોટમાં વેક્સિન ઘટવાની અટકળ વચ્ચે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ દ્વારા હાલ 50 હજારથી વધુ ડોઝ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

2,53,578થી વધુ લોકોએ પ્રથમ રસીનો ડોઝ લઇ લીધો
દેશમાં કોરોના વાયરસની વેક્સિનનો પ્રારંભ 15 જાન્યુઆરીથી તબક્કાવાઇઝ થયો હતો. રાજકોટ શહેરનાં તમામ આરોગ્ય કેન્દ્ર પર 45 વર્ષથી ઉપરનાં લોકો માટે રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી ફ્રન્ટલાઇન અને આરોગ્ય વર્કર તથા 45 વર્ષથી ઉપરનાં 2,53,578થી વધુ લોકોએ પ્રથમ રસીનો ડોઝ લઇ લીધો છે. પરંતુ વેક્સિન અંગે જાગૃતતા આવતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે. જે અંદાજે બે દિવસ ચાલે તેટલો છે. જો કે વેક્સીનેશનનો વધુ સારી રીતે ઝડપથી વધુને વધુ લોકો લાભ લે તે માટે અન્ય ડોઝ સરકાર પાસેથી મંગાવવામાં આવ્યો હોવાનું મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે
45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે

રાજકોટ શહેરમાં યુવાનોની સંખ્યા આશરે 6 લાખ
રાજકોટમાં 1 મેથી શરૂ કરવામાં આવેલા યુવાનોના વેક્સિનેશન અભિયાનમાં 15000 જેટલા યુવાનો જોડાય અને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આ સાથે સાથે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં મોટાભાગે લોકોને હવે વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં યુવાનોની સંખ્યા આશરે 6 લાખ છે, રોજ સરેરાશ 5000 યુવાનોને આ રીતે રસી અપાતી રહે તો 4 માસમાં દરેકને પહેલો ડોઝ મળી જાય અને બીજા 4 મહિનામાં બીજો ડોઝ મળે તેવી શક્યતા છે.