આરોગ્ય ક્ષેત્રે રાહત:રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં 31 ડિસેમ્બરથી OPD શરૂ કરાશે, બિલ્ડિંગનું કામ અધુરૂ હશે તો પણ દર્દીઓને સારવારની સુવિધા અપાશે

રાજકોટ4 દિવસ પહેલા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બાંધકામ સાઇટની મુલાકાત લીધી.
  • રામ મોકરિયાએ એઇમ્સ હોસ્પિટલના બાંધકામ સાઇટની મુલાકાત લીધી હતી
  • મોકરિયાએ કહ્યું- હાલ એઇમ્સના બાંધકામની મિલીટરીના ધોરણે કામગીરી ચાલુ

રાજકોટની ભગોળે પરાપીપળીયા પાસે નિર્માણ પામતી એઇમ્સ હોસ્પિટલમાં આગામી 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવામાં આવશે. કામ અધુરૂ હશે તો પણ દર્દીઓને સારવારની સુવિધા આપવામાં આવશે તેવી ખાતરી રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આગામી એક-બે મહિનામાં મજૂરોની સંખ્યા પણ ડબલ કરી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બાંધકામ સાઇટની મુલાકાત લીધી
રામ મોકરિયા દ્વારા આજે રાજકોટના પરાપીપળીયા પાસે બનતી એઇમ્સના બાંધકામ સાઇટની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જે કામ અધુરૂ છે તેને પુરૂ કરવા માટે જે તે વિભાગને સુચનાઓ આપી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિરામય સ્વપ્નને સાકાર કરવા અને મુખ્યમંત્રીએ આરોગ્ય માટેની સગવડો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેનું એલાન કર્યુ છે તેને સાકાર કરવામાં આવશે. હાલ એઇમ્સમાં મિલીટરીના ધોરણે કામગીરી ચાલી રહી છે.

એઇમ્સ હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે.
એઇમ્સ હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે.

એઇમ્સના બિલ્ડિંગની કામગીરી હાલ ચાલી રહી છેઃ એઇમ્સ ડાયરેક્ટર
રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ. કોટસે આ અંગે જણાવ્યું હતું કે, એઇમ્સના બિલ્ડિંગની કામગીરી હાલ ચાલી રહી છે. આ અંગે માર્ગદર્શન મેળવવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાને સમીક્ષા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેની પાસેથી જરૂરી માર્ગદર્શન આજે મળ્યું હતું. આગામી 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવામાં આવશે. તા.15 ડિસેમ્બરે બિલ્ડિંગની સોંપણી કરાશે. જેના આગલા દિવસથી જ ઓપીડીના લોકોને બોલાવવામાં આવશે અને 31 ડિસેમ્બરે શરૂ થનાર ઓપીડીની તૈયારીઓ કરી દેવામાં આવશે. કામ અધુરૂ હશે કે પુરૂ થઇ ગયું હશે તેમ છતા પણ લોકોને આરોગ્યની સેવા આપવામાં આવશે. ઓગષ્ટ 2022માં આયુષ્ય બ્લોક તૈયાર કરવામાં આવશે અને અમને હેન્ડઓવર કરશે. તેના આગામી મહિનાથી ઇન્ડોર દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવશે.

બિલ્ડિંગના બાધકામની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.
બિલ્ડિંગના બાધકામની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે.

જામનગર રોડને સીધો એઇમ્સ સાથે જોડવામાં આવશે
એઇમ્સને જોડવા માટે વિવિધ દિશા તરફથી રોડ-રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. મોરબી રોડ, જામનગર રોડને સીધા એઇમ્સ સાથે જોડવામાં આવશે. હાલ આ તમામ રસ્તાઓની કામગીરી ચાલી રહી છે. ડિસેમ્બરમાં ઓપીડી શરૂ કરવાની હોવાથી રસ્તાઓ સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગને સુચના આપવામાં આવશે અને કામગીરી ઝડપથી પૂરી કરવા તાકીદ કરાશે.

એક-બે મહિનામાં મજૂરોની સંખ્યા ડબલ કરી બાંધકામની કામગીરી ઝડપી કરાશે.
એક-બે મહિનામાં મજૂરોની સંખ્યા ડબલ કરી બાંધકામની કામગીરી ઝડપી કરાશે.
રામ મોકરિયાએ બાંધકામ સાઇટની મુલાકાત લીધી.
રામ મોકરિયાએ બાંધકામ સાઇટની મુલાકાત લીધી.
અન્ય સમાચારો પણ છે...