વક્તવ્ય:બોર્ડના પરિણામમાં તમારા ફોટા જોઈ અન્યને પ્રેરણા મળે એવા બનો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપૂર્વમુનિ સ્વામીએ બોર્ડના 11 હજાર વિદ્યાર્થીને વક્તવ્ય આપ્યું

દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું આયોજન કરાયું હતું.

સાંજે 4થી 7 દરમિયાન કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટની જુદી જુદી શાળાના 11 હજારથી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાગવલ્લભ સ્વામીએ પરીક્ષાર્થીઓને આળસનો ત્યાગ કરી, દૂષણોથી દૂર રહી, અથાગ પુરુષાર્થ કરીને ભારત દેશનું ગૌરવ વધે તેવા આદર્શ નાગરિક બનવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. કાર્યક્રમના હાર્દસમા વક્તવ્યમાં અપૂર્વમુનિ સ્વામીએ ‘Prepare to Perform’ વિષય પર વીડિયો અને લાઇવ ઈન્ટરવ્યૂ દ્વારા જોમસભર-પ્રેરક વક્તવ્ય રજૂ કરેલું. જેમાં બોર્ડની પરીક્ષામાં પર્ફોર્મ કરવા માટેના સાત મુખ્ય સિદ્ધાંતો Passion, Practise, Perfection, Precaution, Positivity, Patience, Prayer જણાવ્યા હતા.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સાહસ સાથે શ્રમ વગર કોઈના સંકલ્પ પૂરા થતા નથી, પોતાના ફોટાને જોઈને અન્યને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ બનાવીએ. શિક્ષણમાં સુધારણાની ફરિયાદ ન કરીએ સ્વશિક્ષણ સુધારણામાં ફેરફાર કરીએ, પરીક્ષાના સમયના સદુપયોગ માટે મોબાઈલનો દુરુપયોગ ટાળીએ, પરીક્ષા જેવા જીવનના દરેક સંઘર્ષમાં ભગવાન પરની શ્રદ્ધા હિંમત બક્ષે છે.

અન્ય સમાચારો પણ છે...