તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી:રાજકોટમાં બી.કોમ. વિથ કમ્પ્યુટર સાયન્સના 30 હજાર વિદ્યાર્થીને યુનિવર્સિટીએ 10 વર્ષથી PGથી વંચિત રાખ્યા

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુજીનો અભ્યાસક્રમ તો શરૂ કર્યો પણ માસ્ટર ડિગ્રી માટેનો વિચાર જ ન કર્યો!
 • અનેક વિદ્યાર્થીને ધરાર અન્ય કોર્સમાં અનુસ્નાતક થવું પડ્યું : કેટલાકને નોકરી ગુમાવવી પડી

નેકની ટીમના આગમન સમયે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉચ્ચ શિક્ષણમાં જે કોર્સમાં વિદ્યાર્થી સ્નાતક થાય તે જ કોર્સમાં અનુસ્નાતક થવાની પણ શૈક્ષણિક વ્યવસ્થા હોય જ છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કોર્સમાં બી.કોમ વિથ કમ્પ્યુટર સાયન્સ ચાલે છે પરંતુ આશરે છેલ્લા 10 વર્ષથી યુનિવર્સિટીમાં આ જ વિષયમાં અનુસ્નાતક એટલે કે એમ.કોમ વિથ કમ્પ્યુટર સાયન્સ બંધ છે.

ખોટી ડિગ્રીને કારણે નોકરી મળી નહીં
આ છેલ્લા 10 વર્ષમાં આશરે 30 હજાર વિદ્યાર્થીઓ બી.કોમ વિથ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થઇને નીકળ્યા અને બાદમાં ખબર પડી કે આ વિષયમાં અનુસ્નાતક કોર્સ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ક્યાંય થઇ શકતો નથી. હવે બી.કોમ વિથ કમ્પ્યુટર સાયન્સ કરીને બહાર આવેલા દર વર્ષે ત્રણ હજાર એટલે કે છેલ્લા 10 વર્ષમાં 30 હજાર વિદ્યાર્થીએ નાછૂટકે અન્ય કોર્સમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. આ વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થી ખાનગી કે સરકારી નોકરી પણ મેળવી શક્યા ન હતા કારણ કે વિદ્યાર્થીની સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી જુદા જુદા કોર્સની હતી.

દર વર્ષે 3 હજાર વિદ્યાર્થી આ કોર્સમાં પ્રવેશ લે છે
બી.કોમ વિથ કોમ્પ્યુટર સાયન્સ સ્નાતક કક્ષાના આ કોર્સમાં રાજકોટની જુદી જુદી કોલેજોમાં દર વર્ષે આશરે 3 હજાર જેટલા વિદ્યાર્થી એડમીશન લે છે. આ તમામ વિદ્યાર્થીઓ માત્ર સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી શકે છે જયારે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી આ કોર્સમાં પ્રાપ્ત કરવાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નહીં કરી હોવાને કારણે હજારો વિદ્યાર્થી રઝળી પડે છે.

સ્નાતક કોર્સ ચાલે, અનુસ્નાતક કોર્સ બંધ છતાં ‘એ’ ગ્રેડ!
કોઈપણ કોર્સ સ્નાતક કક્ષાએ ચાલતો હોય ત્યારે તે કોર્સ અનુસ્નાતક કક્ષાએ ફરજિયાત હોવો જોઈએ પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષમાં બે વખત નેકનું ઇન્સ્પેકશન થયું છતાં યુનિવર્સિટીના જે-તે સમયના સત્તાધીશોએ નેકની ટીમને પણ ઊંધા ચશ્માં પહેરાવ્યા કે ખબર જ ન પડી કે અહીં બી.કોમ વીથ કોમ્પ્યુટર સાયન્સ સ્નાતક કોર્સ ચાલે છે, અનુસ્નાતક નથી ચાલતા છતાં યુનિવર્સિટીને ‘એ’ ગ્રેડ મળી ગયો.

કોલેજો પણ વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે ચેતવતી નથી
છેલ્લા દસ-દસ વર્ષથી જે કોર્સમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી શકાતી નથી છતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની કોલેજો પણ વિદ્યાર્થીઓને બી.કોમ વીથ કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન આપતી વખતે ચેતવતી નથી કે આ કોર્સમાં અનુસ્નાતક થઇ શકાશે નહીં જેના કારણે દર વર્ષે અનેક વિદ્યાર્થી સ્નાતકની ડિગ્રી મેળવી શકે છે, અનુસ્નાતકની નહીં અને તેથી જ તે વિદ્યાર્થીને રોજગારી પ્રાપ્ત કરવામાં પણ મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો