એજ્યુકેશન:બી.કોમ. સેમે.-3નું ફૂટી ગયેલું પેપર ફરી લેવાયું

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજોના 18 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં તાજેતરમાં જ બી.કોમ. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્ર વિષયનું પેપર પરીક્ષા શરૂ થયાના પોણો કલાક પહેલા જ ફૂટી જતા યુનિવર્સિટીના સત્તાધીશોએ તાકીદે પેપર રદ કરવું પડ્યું હતું. અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પૂર્ણ થવાના છેલ્લે દિવસે ફરીથી લેવાનું નક્કી કરાયું હતું, પરંતુ 3 જાન્યુઆરીએ એલઆરડીની પણ પરીક્ષા હોવાને કારણે અર્થશાસ્ત્રનું પેપર મોડું લેવાની સંભાવના પ્રવર્તી રહી હતી પરંતુ યુનિવર્સિટી તંત્રએ નિર્ધારિત સમયે જ 3 જાન્યુઆરીએ અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરીથી લીધી હતી અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 18 હજાર વિદ્યાર્થીએ ફરીથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

આ અંગે યુનિવર્સિટીના સત્તાધીશોએ કહ્યું હતું કે, 3 જાન્યુઆરીએ અર્થશાસ્ત્રનું પેપર લેવાનું નક્કી કર્યું હતું પરંતુ તે જ દિવસે એલઆરડીની પણ પરીક્ષા હતી. જોકે એલઆરડીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ નજીવી હોવાને કારણે ગણતરીના વિદ્યાર્થીઓ માટે 18 હજાર વિદ્યાર્થીનો પરીક્ષાનો કાર્યક્રમ ફરીથી કરવો શક્ય ન હોવાને કારણે નિર્ધારિત 3 જાન્યુઆરીએ જ અર્થશાસ્ત્રનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...