તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વકીલ પંડિતની સનદ એક વર્ષ માટે સસ્પેન્ડ કાયમ રાખતી BCI

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવું કૃત્ય વકીલના વ્યવસાયને કલંક છે, ગરિમા જોખમાય છે

રાજકોટમાં વકીલાત કરતા વિવાદાસ્પદ સંજય પંડિત વિરુદ્ધ પ્રકાશભાઇ ભગવાનભાઇ અડવાણીએ એડવોકેટ એક્ટની કલમ 35 હેઠળ ગેરવર્તણૂકની ફરિયાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કરતા સમિતિએ એક વર્ષ માટે એડવોકેટ સંજય પંડિતને સસ્પેન્ડ કરતો આદેશ કર્યો હતો.

દરમિયાન કાઉન્સિલના સસ્પેન્ડના હુકમને સંજય પંડિતે પડકારી અપીલ કરી હતી. શિસ્ત સમિતિના ચેરમેન ડી.કે.શર્મા, મેમ્બર વેદપ્રકાશ શર્મા, અમરીત કૌર સહિતનાઓની ઉપસ્થિતિમાં સુનાવણી ચાલી હતી. જેમાં બંને પક્ષે લાંબી દલીલો ચાલ્યા બાદ સમિતિએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કરેલા સસ્પેન્ડના હુકમને કાયમ રાખ્યો છે. આ તકે સમિતિએ પંડિતે એક વકીલ પાસે અપેક્ષિત નથી અને આવું કૃત્ય સમાજમાં વકીલાતના વ્યવસાયને કલંક લગાડે છે અને વકીલાતના વ્યવસાયની ગરિમા જોખમાતું હોવાનું જણાવ્યું છે.

રિટ પાછી ખેંચવી પડી’તી
સસ્પેન્ડના હુકમને પગલે સંજય પંડિતે બંધારણની કલમ 226 હેઠળ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. જસ્ટિસ શાસ્ત્રીની કોર્ટમાં સુનાવણીને પગલે પંડિતે હાયર ઓથોરિટીમાં અપીલ કરવાનું ફલિત થતા કોર્ટે તેમના નિર્ણય આવ્યા બાદ રિટ પિટિશન ફાઇલ કરવી જોઇએનું જણાવ્યું હતું. જેથી વિવાદાસ્પદ વકીલ સંજય પંડિતને પીછેહઠ કરવાની ફરજ પડી હતી જેને કારણે હાઇકોર્ટમાંથી રિટ પાછી ખેંચવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...