સ્પોર્ટ્સ:રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે BCCIએ આપી મંજૂરી, BCCIના કાર્યકારી CEO હેમાંગ અમીને મેઈલ કરી આપી માહિતી

રાજકોટએક વર્ષ પહેલા
ફાઈલ તસ્વીર
  • 15 દિવસના કુલિંગ ઓફ ક્લોઝને હટાવીને ટુર્નામેન્ટ માટે મંજૂરી અપાઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનને આઈપીએલ પૂર્ણ થયાના તુરંત બાદ પોતપોતાની ટી-20 લીગ આયોજિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈના કાર્યકારી અધિકારી (સીઈઓ) હેમાંગ અમીને તમામ રાજ્ય ક્રિકેટ એસો.ને મોકલેલા મેઈલમાં કહ્યું છે કે બોર્ડ દ્વારા કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી 15 દિવસના કુલિંગ ઓફ ક્લોઝને હટાવીને રાજ્ય ક્રિકેટ એસો.ને ફરી એક વખત ટૂર્નામેન્ટના આયોજનની મંજૂરી આપે છે.

ક્રિકેટ બોર્ડના દિશા-નિર્દેશો અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે
અમીને મેઈલમાં કહ્યું કે બીસીસીઆઈ તમને વર્ષ 2021 માટે ટૂર્નામેન્ટ આયોજિત કરવાની મંજૂરી આપીને બહુ જ ખુશ છે. આ અંગે તમામ એસો.એ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અને દિશા-નિર્દેશોનું પાલન કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ઉપરાંત તામીલનાડુ, કર્ણાટક અને સૌરાષ્ટ્રે પોતપોતાની લીગ આયોજિત કરવાની માંગણી કરી હતી. આ ટૂર્નામેન્ટ માક્રિકેટ બોર્ડના દિશા-નિર્દેશો અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે.

સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો કાર્યક્રમ ઘડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રિકેટ એસોએ પોતાની લીગ ટી-20 મુંબઈના બે જ સત્રનું આયોજન કર્યું છે. આ પ્રકારની ટૂર્નામેન્ટ ઉપર ભ્રષ્ટાચારના આરોપ બાદ ક્રિકેટ બોર્ડ દ્વારા ટૂર્નામેન્ટને રોકવી પડી હતી. મુખ્ય રીતે કર્ણાટક પ્રિમીયર લીગ (કેપીએલ)ની 2019ની સીઝન પણ વિવાદમાં રહ્યું હતું. મુંબઈની ઘરેલું ટૂર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લ્યે છે અને તેમાં રોહિત શર્માને બાદ કરતાં શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, ધવલ કુકર્ણી જેવા મુંબઈના તમામ મુખ્ય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એમસીએના અધિકારી હવે આઈપીએલના તુરંત બાદ ટી-20 મુંબઈ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે જે એક જૂનથી શરૂ થઈ શકે છે. આશા છે કે તામીલનાડુ પ્રિમીયર લીગ પણ એક જૂનથી આયોજિત થશે તો સૌરાષ્ટ્ર દ્વારા પણ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો કાર્યક્રમ ઘડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...