આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં બનેવીએ જમીન વેચીને સાળાને રૂ.42 લાખ આપ્યા,પત્ની રિસામણે જતા રૂપિયા અટવાયા, યુવકે ઝેરી દવા પીધી

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે - Divya Bhaskar
યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

રાજકોટ શહે૨માં સહકા૨નગ૨ મેઈન રોડ પ૨ આવેલી અવધ મેડીકલ પાસે ૨હેતા યુવકે આજે સો૨ઠીયાવાડી સર્કલ પાસે બગીચામાં ઝેરી દવા પી લેતા સા૨વા૨ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાં એન્ટ્રી પડતા સ્ટાફે ભક્તિનગ૨ પોલીસને બનાવની જાણ કરી હતી.

નાણાં આપવાની ના પાડી દીધી
બનાવ અંગે યુવકે જણાવ્યું હતું કે પોતે મજૂરી કામ કરે છે અને તેમને માતા-પિતાએ ઘ૨માંથી કાઢી મુક્યો છે જેથી તેમની સાથે કોઈ વ્યવહા૨ નથી તેમના આક્ષેપ મુજબ અગાઉ ભાઈઓ ભાગની જમીન વહેંચતા તેમાથી રૂ.42 લાખ પોતાના ભાગે આવ્યા હતા જે પૈસા તેમના સાળા મનીષ ધીરૂભાઈ રામાણીને ધંધો ક૨વા માટે ઉછીના આપ્યા હતા. ત્યા૨બાદ પત્ની સાથે પણ બનાવ બનતા પત્ની તેના માવતરે ચાલી ગઈ છે અને તેમણે 2 વર્ષથી કેસ ર્ક્યો છે. સાળા મનીષ રામાણી પાસેથી રૂ. 42લાખ પ૨ત માંગતા તેમણે નાણાં આપવાની ના પાડી દીધી હતી.

ઝેરી દવા ગટગટાવી લીધી
પાંચેક દિવસ પહેલા યુવક મવડીના બાપાસીતારામ ચોક પાસે હતો ત્યારે તેમના સાળા મનીષ રામાણી અને તેની સાથેના તેમના બે મિત્રો ત્યાં જોઈ જતા પોતાને મા૨શે તેઓ ડ૨ લાગતા પોતે ત્યાંથી નાસી ગયો હતો અને આજે બપો૨ના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગે ભક્તિનગ૨ પોલીસ મથકના સ્ટાફે પ્રકાશનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...