ગેસના બાટલાના ભાવનો વિરોધ:રાજકોટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના ભૂતકાળના વિરોધો અને હાલના ભાવ સાથેના બેનરો લાગ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનર લગાવાયા. - Divya Bhaskar
રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનર લગાવાયા.

રાજકોટમાં ગઈકાલે યુવા કોંગ્રેસ દ્વારા ઉદયપુર અને મહારાષ્ટ્રની ચર્ચાસ્પદ ઘટનામાં ભાજપના કાર્યકરો જ આરોપી નીકળ્યા હોવાના પર્દાફાશ કરતા બેનરો લાગ્યા હતા. આજે યુવા કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડરના ભાવ વધારાના વિરોધ બાબતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ભૂતકાળના વિરોધો અને અત્યારે લોકોની દયજનક સ્થિતીને દર્શાવતા બેનરો શહેરના અલગ અલગ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. લોકોને જાગૃત કરવા માટે બેનરો લગાવ્યાનું પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી બ્રિજેશ પટેલ અને રાજકોટ કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંક અને મૌલિક પરસાણા દ્વારા જણાવ્યું હતું

ગઇકાલે ભાજપ પર પ્રહાર કરતા
અસહ્ય મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રાજકોટની મોટી શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં આ બેનર લગાવી લોકોનું ધ્યાન દોર્યું હતું. કોંગ્રેસ દ્વારા એક રચનાત્મક વિરોધ દર્શાવ્યો હતો ગઇકાલે રાજકોટ શહેરના બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારોમાં યુથ કોંગ્રેસના આગેવાન મયૂર વાંકના નામથી બેનર અને પોસ્ટર લાગ્યા હતા. જેમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યાનું જોવા મળ્યું હતું.. પોસ્ટરમાં ઉદયપુર અને જમ્મુની ઘટનાઓના આરોપીઓના ફોટા રાખ્યા હતા અને તે બન્ને ભાજપમાં સંકળાયેલા હોવાનું કહી પ્રશ્ન કર્યો છે કે, આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ?

અલગ અલગ શહેરોમાં પોસ્ટર વોર શરૂ થતા પોલીસ દોડતી થઈ
જ્યારે બીજા બે ફોટો જમ્મુની ઘટનાની હતી જેમાં પહેલો ફોટો આરોપીનો હતો અને તેમાં લખ્યું છે કે, ‘આ આતંકવાદી તાલીબ છે’ બીજા ફોટામાં લખ્યું હતું કે ‘અને જમ્મુ બીજેપી આઈટી સેલમાં ચીફ છે’. આ પોસ્ટર વોર અલગ અલગ શહેરોમાંથી હવે રાજકોટમાં પહોંચતા તંત્ર દોડતું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...