કાર્યવાહી:રાજકોટની SBI બેન્કમાં સોનાનું બોગસ સર્ટિ જમા કરી રૂ.1.83 કરોડની છેતરપિંડી આચારનાર બેંક વેલ્યુઅર ધવલ ચોક્સી સહીત 3ની ધરપકડ

રાજકોટ20 દિવસ પહેલા
આરોપીઓની ફાઈલ તસવીર    
  • SBIના વેલ્યુઅર ધવલ ચોકસી સહિત 25 લોકો વિરુદ્ધ આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે
  • 5 આરોપીઓ પકડાઈ ચુક્યા છે જયારે હજુ 20 આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

રાજકોટ શહેરમાં ટાગોર રોડ પર આવેલી એસબીઆઈની આર.કે.નગર બ્રાન્ચ સાથે ખુદ બેંકના વેલ્યુરે અધધધ 1 કરોડ 83 લાખની ઠગાઈ બીજા 24 લોકો સાથે મળીને આચરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે મુખ્ય આરોપી બેંકમાં વેલ્યુઅર તરીકે નોકરી કરતા ધવલ ચોક્સી સહીત 3 ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે કુલ 25 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જે પૈકી અત્યર સુધી કુલ 5 આરોપીઓ પકડાઈ ચુક્યા છે જયારે બાકીના ફરાર 20 આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અલગ અલગ રકમની લોન અપાવી બેન્ક સાથે ઠગાઈ આચરી
રાજકોટના ટાગોર રોડ પર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આર.કે. નગર શાખાના વેલ્યુઅર ધવલ ચોક્સીએ ખોટા દાગીના બાવીસ કેરેટ સોનાના હોવાનું જણાવી લોન લેનારા સાથે મળી તેમને અલગ અલગ રકમની લોન અપાવી બેન્ક સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે ધવલ ચોક્સી સહીત 25 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન એ ડિવિઝન પોલીસે આજે મુખ્ય આરોપી ધવલ ચોક્સી સહીત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આજે ધવલ ચોક્સી સાથે દિનેશ મૈયડ અને દિપક રાણપરાની આઇપીસી કલમ 406, 420, 120(બી), 408, 409, 418, 465, 467, 468 અને 471 મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

આરોપીઓની ફાઈલ તસવીર
આરોપીઓની ફાઈલ તસવીર

દિપક રાણપરાએ પણ ચાર વેલ્યુ રિપોર્ટ ખોટા આપ્યા હતા
પકડાયેલ આરોપી પૈકી દીપકભાઇ વસંતલાલ રાણપરાની નિમણૂક એસ.બી.આઇ. બેંકમાં વેલ્યુઅર તરીકે તા.29/07/2020ના રોજ કરવામાં આવેલ હતી અને જાગનાથ બ્રાન્ચ ખાતેથી દીપક રાણપરાને અગાઉના વેલ્યુઅર ધવલ ચોકસી દ્વારા આપવામાં આવેલ લોન અંગેના સર્ટીફીકેટ વાળા દાગીનાઓ ચેક કરવા માટે બોલાવવામાં આવતા તેઓ દ્વરા ધવલ ચોકસી દ્વારા જે દાગીનાઓમાં 22 કેરેટ સર્ટિફીકેટ આપવામાં આવેલ હતું એ દાગીનામાં એ મુજબના 22 કેરેટની વેલ્યુના જ સર્ટીફીકેટ આપવામાં આવેલ અને બેંક દ્વારા જયારે ચેક કરવામાં આવેલ ત્યારે 22 કેરેટની વેલ્યુ ન હોવાનું જાણવા મળતા દીપક રાણપરાએ પણ ચાર વેલ્યુ રિપોર્ટ ખોટા આપેલ હોય જાગનાથ બેંકના મેનેજર સૌરભકુમાર ખતુરીયાનાઓના નિવેદન આધારે આરોપી તરીકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

2 આરોપી ડાયાભાઇ અને દિપક વાઘેલાની ધરપકડ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસે 25 લોકો સામે ફરિયાદ નોંધી છે જેમાં મુખ્ય આરોપી ધવલ ચોક્સી સહીત 3 આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે અને અગાઉ 2 આરોપી ડાયાભાઇ વાઘેલા અને દિપક વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી જયારે હજુ પણ ફરાર 20 આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જેટલી લોન તે મુજબ ડમી વ્યક્તિને રૂ.2 હજારથી 50 હજાર આપતો
બેંકનો વેલ્યૂએર ધવલ અને અઝીમે બેંકને લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું, ગોલ્ડ લોનના નામે બેંક્માં લોન મૂકનાર વ્યક્તિ અઝીમ શોધી લાવતો હતો, તે વ્યક્તિ લોન લેવા માટે તૈયાર થાય એટલે ધવલ તેને પોતે બનાવેલા ઓછા ટચના દાગીના આપતો અને બેંકમાંથી મોટી લોન લઇ લેતા લોનમાંથી રકમ મળ્યા બાદ લોનની રકમ મુજબ તે નકલી વ્યક્તિને રૂ.2 હજારથી 50 હજાર આપવામાં આવતા હતા અને બાકીની રકમ પોતે હજમ કરી જતો હતો.

દિનેશે નકલી દાગીના રજૂ કરી 13.27 લાખ મેળવ્યા’તા
પોલીસે દિનેશ મૈયડની ધરપકડ કરી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીટર ગેંગે દિનેશ મૈયડને અલગ અલગ દાગીના સાથે બેંકમાં લોન માટે ત્રણ વખત રજૂ કર્યો હતો, અને ત્રણેય વખત ધવલે તેના દાગીના 22 કેરેટના હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું, ત્રણ લોનના રૂ.13.27 લાખ મળ્યા હતા જેમાં દિનેશને તેનું નિશ્ચિત કમિશન આપી બાકીની રકમ ધવલ અને અઝીમ હજમ કરી ગયા હતા.

ધવલના કરતૂતોને દબાવવા 4 વખત ખોટા સર્ટિફિકેટ આપ્યાં
ધવલ ચોકસી દ્વારા જે દાગીનાનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું તેમાં મહત્તમ કેસમાં 22 કેરેટનું સર્ટિફિકેટ આવતા બેંક અધિકારીને શંકા ઊઠી હતી અને એક વર્ષ પૂર્વે જ વેલ્યૂઅર તરીકે નિમાયેલા દીપક રાણપરા પાસે તે દાગીનાની રિવેલ્યૂ કરાવી હતી, પરંતુ વેલ્યુઅર દીપક પણ ધવલ સાથે મળેલો હોવાથી ચાર વખત ખોટા સર્ટિફિકેટ આપ્યા હતા.