ખાનગીકરણનો વિરોધ:રાજકોટમાં બેંક યુનિયનનું આજથી બે દિવસ હડતાળનું એલાન, મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઇ હાથમાં બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા

રાજકોટએક મહિનો પહેલા
કર્મચારીઓએ હાથમાં બેનર રાખી ખાનગીકરણ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા.
  • રાજકોટના 2500 સહિત સૌરાષ્ટ્રના 6000થી વધુ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા

બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયન દ્વારા બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. બે દિવસની બેંક હડતાળના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કરોડોનું ટર્ન ઓવર ખોરવાયું છે. આજથી બે દિવસની બેંક હડતાળમાં રાજકોટના 2500 સહિત સૌરાષ્ટ્રના 6000થી વધુ બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા છે.

ખાનગીકરણથી ગરીબ લોકો બેંકથી વંચિત રહી જશે તેવી ભીતિ
કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં બેંકોના ખાનગીકરણને લઇ ખરડો પસાર કરવા જઈ રહી છે. ત્યારે સરકારના આ ખાનગીકરણ સામે વિરોધ નોંધાવી બેંક યુનિયનો દ્વારા રાષ્ટ્રીય વિરોધ નોંધાવી આજ અને આવતીકાલ બે દિવસ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. બે દિવસીય હડતાળમાં રાજકોટના 2500 સહિત સૌરાષ્ટ્રના 6000થી વધુ કર્મીઓ જોડાયા છે. જેના કારણે બે દિવસીય હડતાળના પગલે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ખોરવાશે. બેંક યુનિયનો દ્વારા બેંકોના ખાનગીકરણથી નાના અને ગરીબ લોકો બેંકથી વંચિત રહી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

આ મુદ્દાને લઇને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.
આ મુદ્દાને લઇને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.

આટકોટમાં પણ બેંક કર્મચારીઓની હડતાળ
ઉલ્લેખનીય છે કે બે દિવસ બેંક હડતાળના કારણે લોકોને મુશ્કેલી ન થાય તે માટે રાજકોટ શહેરમાં આવેલી બેંકના એટીએમ નાણાંથી ફૂલ કરી દેવામાં આવ્યા છે. આથી ગ્રાહકો આસાનીથી એટીએમમાં પૈસા ઉપાડી શકશે. તેમજ આટકોટમાં પણ આજે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે અને બેંકો બહાર તાળા લટકતા જોવા મળ્યા છે.

આટકોટમાં બેંકોએ બંધ પાળી હડતાળને સમર્થન આપ્યું.
આટકોટમાં બેંકોએ બંધ પાળી હડતાળને સમર્થન આપ્યું.
અન્ય સમાચારો પણ છે...