તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:જેતપુરમાં બેંક ઓફ બરોડાની શાખામાં ચાર કર્મચારી કોરોના પોઝિટિવ, શાખાનું કામકાજ બંધ કરાયું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેતપુરમાં બેંક ઓફ બરોડાની શાખા બંધ કરાઇ. - Divya Bhaskar
જેતપુરમાં બેંક ઓફ બરોડાની શાખા બંધ કરાઇ.

જેતપુર શહેરમાં ચાર દિવસ પૂર્વે જ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક પ્રમુખના કોરોનામાં મોત બાદ આજે બેંક ઓફ બરોડાની શાખામાં એક સાથે ચાર કર્મચારીઓ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું.

કોરોના સંક્રમણને કારણે જેતપુરમાં બેંક ઓફ બરોડાની શાખા બંધ.
કોરોના સંક્રમણને કારણે જેતપુરમાં બેંક ઓફ બરોડાની શાખા બંધ.

કોરોનાના બીજા તબક્કામાં પહેલાં તબક્કાની જેમ જ ગતિ પકડી હોય તેમ મેટ્રો સીટી ઉપરાંત નાના શહેરોમાં પણ કૂદકેને ભૂસકે કેસ વધી રહ્યા છે. જેમાં હજુ ચાર દિવસ પૂર્વે જ જેતપુર શહેર વિહિપના પ્રમુખ કિશોરભાઈ ભુવાનું કોરોનામાં મોત નિપજેલ અને તેઓ જે એપાર્ટમેન્ટમાં રહેતા ત્યાં છ લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. અને હજુ કેસમાં વધારો જ થતો જાય છે. જેમાં આજે બેન્ક ઓફ બરોડાના બે ક્લાર્ક અને બે ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેનેજર દ્વારા કોરોના વાયરસને કારણે બેંકનું કામકાજ બંધ રાખેલ હોવાના બોર્ડ માર્યા હતાં.

કોરોના વાયરસને કારણે દેશભરમાં ગત 24 માર્ચ 2020માં વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને આજે એક વર્ષ પૂર્ણ થયું અને કોરોનોમાંથી રાહત મળવાને બદલે ફરી ઉથલો મારતા લોકોએ સલામતી રાખવાની અને જાગૃતતા કેળવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...