ભાસ્કર વિશેષ:10 વર્ષ જૂના વેટના ચલણ નહિ મળતા 2000 કરદાતાના બેન્ક ખાતા સીઝ, રૂ.200થી માંડી લાખોની વસૂલાત બાકી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટીમાં નવા અરજદાર પાસેથી એક કરતા વધુ પુરાવા મગાતા હેરાનગતિ

રાજકોટમાં જીએસટી નંબર મેળવવા રજૂ થયેલી એનક અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. તેમજ દસ્તાવેજી પુરાવામાં એક કરતા વધુ પુરાવા માગવામાં આવી રહ્યાં છે. જેને કારણે નવો નંબર મેળવનારને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય વેટમાં ચલણ નહિ મળવાના કિસ્સામાં અંદાજિત 2000 ખાતા સીલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

લાખો રૂપિયાની વસૂલાત કરવા માટે બેન્ક ખાતા એટેચ કરાયા
નાણાકીય વર્ષ 2005-2006માં વેટમાં ચલણ સિસ્ટમ અમલી હતી. એક ચલણ ડિપાર્ટમેન્ટ પાસે રહેતું અને એક ચલણ વેપારીને આપવાનું રહેતું હતું. જીએસટી આવ્યા બાદ હવે સમગ્ર કામગીરી ઓનલાઈન થાય છે. એટલે જૂના કેસમાં ચલણ નથી મળતા તેવા કિસ્સામાં ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહિ બેન્ક ખાતા સીલ પણ કરાયા છે. એક અંદાજ મુજબ રાજકોટમાં એક હજાર કરદાતાના ખાતા સીઝ કરવામાં આવ્યા છે. રૂ. 200થી લઈને લાખો રૂપિયા સુધીની રકમ વસૂલાત માટે બાકી છે.

નંબર ન આવે ત્યાં સુધી ખરીદી-વેચાણ થશે નહિ
વેપાર-ઉદ્યોગ માટે જીએસટી નંબર જરૂરી બન્યા છે. જ્યાં સુધી નવો નંબર ન મળે ત્યાં સુધી વેપારી ખરીદ-વેચાણ કરી શકતો નથી. કારણ કે ખરીદનાર-વેચનારે આઈટીસી મેળવવાની હોય છે. આમ, નવો નંબર મેળવનારને પોતાનો વ્યાપાર -ઉદ્યોગ શરૂ કરવા માટે પૂરતી તૈયારી હોવા છતાં તે કોઈ કાર્યવાહી કરી શકતા નથી.

ઈન્સ્પેક્ટર રિપોર્ટ પોઝિટિવ આપે, અધિકારીઓ અરજી રદ કરે
રાજકોટમાં નવા નંબર માટે જ્યાં અરજી થાય ત્યાં ઇન્સ્પેક્ટર સ્થળ પર જઈને ચેકિંગ કરે છે તે પોઝિટિવ રિપોર્ટ આપે છે અને અધિકારી અરજી રદ કરી રહ્યાં છે. આ સિવાય અરજદાર પાસે સ્ટોરેજ કેપેસિટી માગવામાં આવી રહી છે. અનેક એવા વ્યવસાય છે કે જેમાં સ્ટોરેજની જરૂરિયાત હોતી જ નથી. માલિકી પુરાવા તરીકે દસ્તાવેજ, લાઈટ બિલ, ઈન્ડેક્સ નંબર હોવા છતાં બીજા વધારાના પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવે છે તેને કારણે હેરાનગતિ વધી હોવાનું ટેક્સ કન્સલ્ટન્ટ હેમલ કામદાર જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...