ટમેટા મોંઘા:વરસાદને કારણે બેંગલોરના ટમેટા બંધ થયા, ભાવ રૂ. 70

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બધો આધાર મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન પર રાખવો પડે છે, લોકલ આવક પણ નજીવી

આ સિઝનમાં લીંબુના ભાવ રૂ. 100 ની ઉપર પહોંચ્યા બાદ હવે ટમેટા મોંઘા થઇ રહ્યા છે. બેંગ્લોરમાં આવેલા વરસાદને કારણે ત્યાંથી આવતા ટમેટાની આવક સાવ બંધ થઇ છે. જ્યારે સ્થાનિક આવકમાં આકરો તાપ નડી ગયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ ટમેટા માટે અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પોરબંદર પર આધાર રાખવો પડે છે. ડિમાન્ડની સામે આવક ઓછી હોવાથી હાલમાં ટમેટાનો ભાવ રૂ. 60 થી 70 સુધી પહોંચ્યો છે. અન્યથા અત્યારે ટમેટાનો ભાવ રૂ. 30 થી 50 સુધી હોય છે.

આ અંગે વેપારીઓના જણાવ્યાનુસાર સામાન્ય રીતે બેંગ્લોરથી ટમેટા વધુ આવતા હોય છે.પરંતુ ત્યાં આવેલા વરસાદને કારણે ટમેટાની આવક ત્યાંથી બંધ થઈ છે. આથી બેંગ્લોરે મહારાષ્ટ્ર અને પંજાબમાંથી ટમેટા મગાવી રહ્યું છે. આમ, મહારાષ્ટ્રના ટમેટાની ડિમાન્ડ વધી છે. ઉનાળાના આકરા તાપને કારણે તેની અસર અન્ય શાકભાજીની આવક પર પણ જોવા મળી રહી છે. આકરો તાપ હોવાથી દૂરના ખેડૂતો પોતાનું શાકભાજી લઇને આવવાનું ટાળી રહ્યા છે. શુક્રવારે ટમેટાની આવક 572 ક્વિન્ટલ નોંધાઈ હતી. યાર્ડમાં ટમેટાનો લઘુતમ ભાવ રૂ. 600થી 1000 પ્રતિ મણ બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...