તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Banchhanidhi Pani Kept Pending, Report Of Three Committees Was Negative, Udit Agarwal Went On To Approve Rs 14.17 Crore Cyber Security Tender On Last Day

ભાસ્કર એક્સલૂઝિવ:બંછાનિધિ પાનીએ પેન્ડિંગ રાખ્યું’તું, ત્રણ કમિટીનો રિપોર્ટ નેગેટિવ હતો, એ 14.17 કરોડ રૂપિયાનું સાયબર સિક્યુરિટીનું ટેન્ડર ઉદિત અગ્રવાલ છેલ્લા દિવસે મંજૂર કરતા ગયા

રાજકોટ13 દિવસ પહેલાલેખક: અલ્પેશ રાણપરિયા
  • કૉપી લિંક
ઉદિત અગ્રવાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઉદિત અગ્રવાલની ફાઇલ તસવીર
  • મહાનગરપાલિકાએ આપેલો કોન્ટ્રાક્ટ બીએસએનએલે પેટા એજન્સીને આપી દીધો, ઓગસ્ટ 2018માં ટેન્ડર ખુલ્યું હતુઁં

રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ કમિશનર ઉદિત અગ્રવાલની બદલીની જાહેરાત થયા બાદ જતા જતા છેલ્લા દિવસે ત્રણ વર્ષથી પેન્ડિંગ સાયબર સિક્યુરિટીના કામ પર મહોર લગાવી છે. 14.17 કરોડ રૂપિયાનું સાયબર સિક્યુરિટીનું કામનું ટેન્ડર ઓગસ્ટ 2018માં બહાર પડ્યું હતું અને તે સમયના કમિશનર બંછાનીધિ પાનીએ આ કામના ભાવ વધુ લાગ્યા હોવાથી ટેન્ડર પેન્ડિંગ રાખ્યું હતું. જુદા જુદા 152 કરોડના કામના ટેન્ડર બહાર પડ્યા હતા તેમાંથી એક માત્ર સાયબર સિક્યુરિટીના કામમાં ઊંચા ભાવ આવ્યા હોવાથી ત્રણ વર્ષથી ફાઇલ ધૂળ ખાતી હતી અને અચાનક પૂર્વ કમિશનરે જતા જતા તેના પર મહોર લગાવી હતી. આ કામ બીએસએનએલને આપવામાં આવ્યું છે, પરંતુ બીએસએનએલ અન્ય કોઇ ખાનગી કંપનીને પેટા એજન્સી તરીકે કામ સોંપી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં વર્ષે 1500 કરોડ રૂપિયાની આવક જાવક થઇ રહી છે તેથી સાયબર સિક્યુરિટીની આવશ્યકતાની સાથે સ્માર્ટ સિટી હેઠળ સ્માર્ટ રાજકોટ બનાવવાના ભાગરૂપે 152 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં જુદા જુદા કામના અલગ અલગ ભાવ મગાવવામાં આવ્યા હતા. આ ટેન્ડરમાં 14 કરોડ રૂપિયાનું કામ સાયબર સિક્યુરિટીનું પણ હતું. 2018માં આ કામના ભાવ વધુ લાગતા તેને પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ સુધી પેન્ડિંગ રહ્યા બાદ આ કામ અચાનક ઉદિત અગ્રવાલને યોગ્ય લાગ્યું અને તે જતા જતા છેલ્લા દિવસોમાં 14.17 કરોડનું સાયબર સિક્યુરિટીના કામની લહાણી કરતા ગયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન જુદી જુદી ત્રણ કમિટી પણ બનાવી હતી આ કમિટીના અહેવાલને ધ્યાને લીધા વગર જ કામ આપી દેવાયું છે.

152 કરોડના IT ટેન્ડર જેમાં માત્ર એક જ કામ પેન્ડિંગ રખાયું
રાજકોટ મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટીના ભાગરૂપે બે પાર્ટમાં 2600 કરોડ રૂપિયાના વિકાસ કામો કરવાની જાહેરાત કરી હતી. જેમાં 152 કરોડ રૂપિયાના રાજકોટ શહેરમાં જુદા જુદા કામ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ઓગસ્ટ 2018માં સ્માર્ટ પાર્કિંગ, સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ, ઇ.આર.પી., જી.આઇ., સ્માર્ટ બસસ્ટોપ, એન્ટિવોકિંગ સિસ્ટમ, ડેટા સેન્ટર અને જીપીઆર સરવેના કામનો સમાવેશ થાય છે. આ 152 કરોડનું કામ બીએસએનએલને આપવાનું નક્કી કરાયું હતું. જેમાં એક માત્ર સાયબર સિક્યુરિટીનું 14.17 કરોડ રૂપિયા કામનો ભાવ વધુ લાગતા જે-તે વખતે કામ પેન્ડિંગ રખાયું હતું. પરંતુ પૂર્વ કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટથી જતાં પહેલા છેલ્લા દિવસે તે કામનું ટેન્ડર મંજૂર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...