તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જિલ્લા પંચાયતની ચૂંટણી માટે બેલેટ પેપર છપાયા, હવે EVMની તૈયારી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન અપાયા

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે અધિકારીઓએ બેલેટ પેપર પર હરીફ ઉમેદવારોના નામ અને ચિહ્ન છાપવાની કામગીરીને આખરી ઓપ આપ્યો છે હવે પોલિંગ બૂથ માટેની તાલીમ શરૂ કરાશે. મનપાની ચૂંટણીનું મતદાન 21મીએ અને ત્યારબાદના રવિવાર 28મીએ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન છે. ઉમેદવારી પરત ખેંચવાની મુદ્દત વિત્યા બાદ હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરાઈ હતી અને ત્યારબાદ ગવર્નમેન્ટ પ્રેસમાં બધા ઉમેદવારોને સમાવી શકાય તે રીતે બેલેટ પેપર પર નામ અને તેમના ચૂંટણી ચિહ્ન છાપવામાં આવ્યા છે.

હવે તમામ પેપરને ઈવીએમ માટે બેલેટ યુનિટમાં રાખવામાં આવશે જોકે તે દરમિયાન તમામ પોલિંગ બૂથના સ્ટાફને તાલીમ આપવામાં આવશે તેમજ જે બૂથ નક્કી કરાયા છે તેની તૈયારી કરાશે અને સાઈનેઝ મૂકવામાં આવશે. જિલ્લા પંચાયતમાં એકપણ બેઠક બિનહરીફ ન થતા તમામ બેઠકો પર મતદાન થનાર છે જ્યારે તાલુકા પંચાયતની 5 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો