તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:રાજકોટના બાલાજી કુરિયરમાં 1 મહિના પહેલા 21 લાખની લૂંટ થઇ'તી, 3 શખ્સ ઝડપાયા, બપોરે-સાંજે પ્લાન કરતા અને નંબર પ્લેટ વિનાના વાહનો વાપરતા

રાજકોટ17 દિવસ પહેલા
  • પોલીસે 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • આરોપીઓએ છેલ્લા 15 દિવસમાં 10 લૂંટની ઘટનાને અંજામ આપ્યો

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ પી.ડી.માલવીયા કોલેજ નજીક બાલાજી કુરિયર ખાતે એક માસ પૂર્વે 3 અજાણ્યા શખ્સે છરીની અણીએ 21 લાખની લૂંટ ચલાવી હતી. જે લૂંટનો આજે ભેદ ઉકેલાયો છે અને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓએ છેલ્લા 15 દિવસમાં 10 લૂંટની ઘટનાને આપ્યો અંજામ આપ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ બપોરે કે સાંજના સમયે લૂંટનો પ્લાન ઘડતા અને નંબરપ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરી રેકી કરતા હતા.

ફરિયાદીને દોરી વડે ખુરશી સાથે બાંધી નાસી છૂટ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર તા.8 મેના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પોતાને ભાવનગર કુરિયર મોકલવું છે તેમ કહી વાતચીત કરી જતા રહ્યા હતા. થોડીવાર બાદ ફરી આવીને 8-10 કિલોના વજનવાળું પાર્સલ મોકલવું હતું. તે કેન્સલ થયું છે અને હવે પછી મોકલીશું તેમ વાતચીત ચાલુ કરી હતી. દરમિયાન ત્રીજો એક અજાણ્યો શખ્સ ઓફિસમાં આવી ઓફિસનું શટર બંધ કરી દીધું અને નેફામાંથી છરી કાઢી ધમકી આપી ત્રણેય સાથે મળી ફરિયાદીના ખિસ્સામાંથી પાકીટમાંથી રોકડ રૂપિયા 7000 તથા ઓફિસમા રહેલા થેલામાંથી 21 લાખ એમ કુલ કુલ રૂપીયા 21,07,000ની લૂંટ કરી ફરીયાદીને દોરી વડે ખુરશી સાથે બાંધી નાસી છૂટ્યા હતા.

પોલીસે 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે લૂંટની ઘટના સામે આવતા આસપાસના CCTV ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. જેના આધારે તપાસ કરતા આરોપી જડેશ્વર વેલનાથ સોસાયટીના હોવાની હકીકત મળતા બાતમીના આધારે હિતેષ ડવ, કરણ બાલાસરા અને કિશન મૈયડ નામના 3 આરોપીની ધરપકડ કરી કુલ 17 લાખ 94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા 15 દિવસમાં 10 જેટલી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું અને તેમાં મોટાભાગે કપડાંની દુકાનને ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે.

શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી?
પોલીસના જણાવ્યા મુજબ સૌપ્રથમ આરોપીઓ બપોરના અથવા સાંજના સમયે લૂંટ ચલાવવા પ્લાન બનાવતા હતા. જેમાં રોડ ઉપર દુકાનની રેકી કરી બાદમાં લૂંટના ગુનાને અંજામ આપતા હતા. જે બાદ મોટાભાગે કપડાંની દુકાનને ટાર્ગેટ કરી રોકડ રકમ અને કપડાં લઇ ફરાર થઇ જતા હતા અને બાદમાં આરોપીઓ ભોગ બનનારને દોરી વડે ખુરશીમાં બાંધી દેતા હતા. પોલીસ પકડથી દૂર રહેવા ઓળખ છૂપાવવા લૂંટ સમયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરતા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પૈકી હિતેષ ડવ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશનના ગુનામાં પકડાય ચૂક્યો છે અને કરણ બાલાસરા આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાય ચૂક્યો છે.