આજે હનુમાન જયંતી છે. ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં પણ દરેક હનુમાનજી મંદિરે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ બાલાજી મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. જે શોભાયાત્રામાં જોડાઇ હતી. તેમજ અવનવા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ હનુમાનજી મંદિરમાં સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે.
શોભાયાત્રામાં જયશ્રી રામનો જયઘોષ થયો
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, ટુવ્હીલર જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જયશ્રી રામ, જય બજરંગબલીના નાદ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ચોકલેટ અને મિલ્કની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલમાં 300 વર્ષ પૌરાણિક તરકોશી હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તેમજ હનુમાનજી મહારાજને આકર્ષિત વાઘા પહેરાવામાં આવ્યા છે. દરેક મંદિરોમાં હનુમાનજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તરકોશી હનુમાનજી મંદિર છે.
હોમ-હવન સહિતના આયોજનો
શહેરના અલગ અલગ હનુમાનજી મંદિરમાં દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોમ-હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઘણા મંદિરોમાં સવારથી જ હનુમાનચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.