કાર્યવાહી:સણોસરા ગામે સાસુની હત્યા કરનાર જમાઇના જામીન રદ, માધાપર જમીન કૌભાંડમાં જામીન ફગાવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટની અદાલતમાં સોમવારે સાસુની હત્યા કેસમાં જમાઇના તેમજ માધાપર ગામના જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર થઇ છે. સણોસરા ગામે ગત એપ્રિલ મહિનામાં કુંવરબેન વાલાભાઇ સાડમિયા નામના મહિલાની તેના જમાઇ ગગજી સમાત જખાણિયાએ માથામાં ધોકા ફટકારી હત્યા કરી હતી. દરમિયાન જેલહવાલે રહેલા આરોપી ગગજી જખાણિયાએ જામીન પર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે દલીલના અંતે ફગાવી દેવાઇ હતી.

અન્ય કેસમાં માધાપરમાં આવેલી કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આચરવાના ગુનામાં સંડોવાયેલા મોરબીના આમરણના વિરમ પ્રાગજી થારુકિયાએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. જે રદ કરી દેવાઇ હતી. આ ઉપરાંત પૈસાની લેતીમાં જિયાણા ગામે જયેશ છગનભાઇ રામાણી નામના યુવાનને બળજબરીથી એસિડ પીવડાવી ચના મોહનભાઇ રામાણી અને તેના પુત્ર જિતેન્દ્ર અને કિશોરે મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી ત્રણેય આરોપીને જેલહવાલે કર્યા હતા. આ કેસમાં આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...