તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:આઠ ઇન્જેક્શન સાથે પકડાયેલા રાજકોટના ડો.વત્સલના જામીન રદ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના કાળાબજારનું કૌભાંડ
  • 14 કાળાબજારિયાઓ જ્યુડિશિયલ કસ્ટડી હવાલે કરાયા

મ્યુકરમાઇકોસિસના દર્દીઓને આપવામાં આવતા જુદા જુદા ઇન્જેક્શનોના કાળાબજારના કૌભાંડનો રાજકોટ એસઓજીએ પર્દાફાશ કરી ડોક્ટર સહિત 14 શખ્સને પકડી પાડ્યા હતા. પોલીસે ઇન્જેક્શનના કાળાબજારના કૌભાંડના મૂળ સુધી પહોંચવા એક પછી એક આરોપીઓને પકડી પાડ્યા હતા.

બાદમાં આરોપીઓ પાસેથી અનેક ઇન્જેક્શનો કબજે કરી ધરપકડ કરી હતી. પોલીસે મેહુલ ગોરધન કટેશિયા, રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશ વંશ, અશોક નારણ કાગડિયા, નિકુંજ જગદીશ ઠાકર, ડો.વત્સલ હંસરાજ બારડ, ડો.યશ દિલીપ ચાવડા, સાગર ચમન કિયાડા, ઉત્સવ નિમાવત, રૂદય મનસુખ જાગાણી, હિરેન મનસુખ રામાણી, હાર્દિક મુકેશ વડાલિયા, શુભમ રામપ્રસાદ તિવારી, વિશ્વાસ રાયસીંગ પાવરા, અભિષેક શ્રવણકુમાર શાહની પૂછપરછ કરવા રિમાન્ડ પર મેળવ્યા હતા.

રિમાન્ડ પૂરા થતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ 8 ઇન્જેક્શન સાથે પકડાયેલા રાજકોટના આયુર્વેદિક ડોક્ટર વત્સલ હંસરાજ બારડે જામીન અરજી કરી હતી. જે અરજીને અદાલતે ફગાવી દઇ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...