જામીન રદ:મિલકત પચાવવા સાળાની હત્યા કરનાર બનેવીના જામીન રદ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી હત્યા કરી હતી

મિલકત પચાવી પાડવાના મલીન ઇરાદે સાળાની હત્યા કરનાર બનેવી અશ્વિન ડોડિયાએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપી અશ્વિન ડોડિયાના સસરાને એક માત્ર વારસદાર હોય સસરાએ તમામ મિલકત સાળા દેવુભા સાંકરિયાના નામે કરી હતી. સસરાની મિલકતમાંથી ભાગ મેળવવાના ઇરાદે આરોપી અશ્વિન ડોડિયાએ કાવતરું રચી સાળા દેવુભાને લઇ મિત્ર નરેશ સરવૈયાના ઘરે લઇ ગયો હતો. જ્યાં દારૂમાં કોઇ ઝેરી પ્રવાહી ભેળવી દઇ સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો.

બાદમાં સાળાના મૃતદેહને સસરાની રેસ્ટોરન્ટ મૂકી ગયો હતો અને દેવુભા વધુ દારૂ પી ગયો છે તેવું સસરાને કહી નીકળી ગયો હતો. જેલહવાલે રહેલા આરોપી અશ્વિને જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ પરાગ એન.શાહે વિરોધ કરી આરોપી ફરિયાદીનો સગો જમાઇ થાય છે. જ્યારે મૃતક દેવુભાને રેસ્ટોરન્ટ પર મૂકવા આરોપી ગયો તે સમયે ત્યાં હાજર આઠ વ્યક્તિએ પણ બનાવને સમર્થન આપ્યું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દેવુભાનું મોત કોઇ રાસાયણિક પ્રવાહીથી થયાનું ખુલ્યું હોવાથી બનાવનો મુખ્ય આરોપી અશ્વિન ડોડિયા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી અશ્વિનને જામીન પર છોડવામાં આવશે તો તે ફરિયાદ પક્ષને હેમ્પર-ટેમ્પર કરે તેવી પૂરી સંભાવના હોય આરોપીને જામીન આપવા ન જોઇએ. અદાલતે ફરિયાદપક્ષની રજૂઆતને ધ્યાને લઇ આરોપીના જામીન રદ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...